નવી દિલ્હીઃ લદ્દાખમાં એલએસી ( LAC) પર ચીનની સાથે ઝડપમાં 20 જવાનોની શહીદીને લઈને દેશભરમાં ગુસ્સો છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર સવાલ ઉઠાવ્યા છે, જેમાં તેમણે કહ્યુ હતુ કે, ત્યાં ન કોઈ આપણી સરહદમાં ઘુસ્યુ છે અને ન કોઈ આપણી પોસ્ટ કોઈ બીજાના કબજામાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીએ કહ્યુ કે પીએમે ભારતીય ક્ષેત્રને ચીની આક્રમકતાની સામે ખુદને સરેન્ડર કરી દીધુ છે. રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે, તે જમીન ચીનની હતી જ્યાં ભારતીય જવાન શહીદ થયા તો આપણા સૈનિકોને કેમ મારવામાં આવ્યા? તેમને ક્યાં મારવામાં આવ્યા?


હકીકતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સર્વદળીય બેઠક બાદ કહ્યુ હતુ કે, ન તો કોઈ આપણી સરહદમાં ઘુસ્યુ છે અનો આપણી કોઈ પોસ્ટ કોઈના કબજામાં છે. લદ્દાખમાં આપણા 20 જવાનો શહીદ થયા, પરંતુ જેમણે ભારત માતા તરફ આંખ ઉંચી કરીને જોયુ હતું, તેને તે પાઠ ભણાવીને ગયા છે.


Corona: છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ  14,516 કેસ, 4 લાખ નજીક પહોંચી સંક્રમિતોની સંખ્યા

પીએમ મોદીએ બધા રાજકીય પક્ષોને વિશ્વાસ અપાવ્યો કે આપણી સેના સરહદોની રક્ષા કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વદળીય બેઠક બાદ કહ્યુ હતુ કે, ન કોઈ આપણી સરહદમાં ઘુસ્યુ છે અને ન કોઈએ પોસ્ટ પર કબજો કર્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube