રાહુલ ગાંધી સામે ફરિયાદ કરનાર પૂર્ણેશ મોદીનું મોટું પગલુ, સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી કેવિએટ
Supreme Court : રાહુલ ગાંધી પર માનહાનિ કેસમાં પૂર્ણેશ મોદીની સુપ્રીમ કોર્ટમાં અરજી........ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી કેવિએટ.......રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટમાં અરજી કરે તો એક તરફી નિર્ણય ન લેવાની અપીલ કરી......
Rahul Gandhi Defamation Case : મોદી સરનેમને લઈને રાહુલ ગાંધીની સામે માનહાનિ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. રાહુલ ગાંધીની વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરનાર ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ કરી છે. તેઓએ કોર્ટ સમક્ષ માંગ કરી છે કે, જો દોષિત ગણાયેલા નિર્ણય પર પ્રતિબંધની માંગને લઈને રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટમાં અરજી કરે છે તો કોર્ટ તેમનો પક્ષ સાંભળ્યા વગર કોઈ એકતરફી આદેશ પાસ ન કરે. 7 જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીના દોષિત જાહેર કરાયેલા નિર્ણય પર પ્રતિબંધની માંગ કરી હતી.
શું છે કેવિએટ અરજી
રાહુલ ગાંધી સામે ફરિયાદ કરનાર પૂર્ણેશ મોદી હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. તેઓએ સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ કરી છે. કેવિએટ કોઈ પણ સુનાવણી પહેલા એ નક્કી કરવા માટે દાખલ કરાય છે કે, તેમને સાંભળ્યા વગર કોઈ આદેશ જાહેર કરવામા ન આવે. તેમનો પક્ષ પણ સાંભળામાં આવે.
મુખ્યમંત્રી સાહેબ, અમે વિકાસ માંગ્યો હતો, તમે તો નકરા ખાડા જ આપ્યા
હવામાન વિભાગની આજની આગાહી : આજે ગુજરાતના 15 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ તૂટી પડશે
દ્વારકાધીશ મંદિરનો ઐતિહાસિક નિર્ણય : ભક્તો માટે બદલાયો વર્ષો જુનો રિવાજ, આજથી 6 ધજા