મુખ્યમંત્રી સાહેબ, અમે વિકાસ માંગ્યો હતો, તમે તો નકરા ખાડા જ આપ્યા, 15 ટકા ગુજરાતીઓને કમરનો દુખાવો ઉપડ્યો

Gujarat News : રાજ્યના મોટા ભાગના રસ્તા પર ખાડાઓના સામ્રાજ્યથી જનતા પરેશાન...ખાડાના કારણે વાહનચાલકોમાં કમરના દુખાવાના દર્દીમાં 15 ટકાનો વધારો...5 વર્ષમાં ખાડામાં પડવાથી 466 લોકોએ ગુમાવ્યા જીવ...

મુખ્યમંત્રી સાહેબ, અમે વિકાસ માંગ્યો હતો, તમે તો નકરા ખાડા જ આપ્યા, 15 ટકા ગુજરાતીઓને કમરનો દુખાવો ઉપડ્યો

Gandhinagar : વિકાસની વાતો ગુજરાતથી શરૂ થઈ હતી. ગુજરાતે આખા દેશને વિકાસની વ્યાખ્યા આપી. વિકાસની વાત આવે ત્યારે ગુજરાતના ઉદાહરણ આપવામાં આવે છે. પરંતું ગુજરાતમાં વિકાસ રસ્તા પર દેખાય છે. ગુજરાતનો કોઈ રોડ બાકી નહિ હોય જ્યાં ખાડા પડ્યા ન હોય. ખાડા તો છોડો, હવે તો પુલની હાલત પણ ખસ્તા બની ગઈ છે. મજબૂરીમાં વાહનો ચલાવવા પડે. ગુજરાતમાં લોકો ખાડાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાડામાં પસાર થઈને દરે ગુજરાતી પોતાની સાથે એક બીમારી ઘરે લઈ આવે છે. એ છે કમરનો દુખાવો. ઠેરઠેર પડેલા ખાડાઓને કારણે કમરના દુખાવાના દર્દીમાં 15 ટકાનો વધારો થયો છે. તો સાથે જ સ્પોન્ડેલાઈસિસના દર્દીઓ પણ વધ્યા છે. ચોમાસાના પ્રારંભ સાથે જ ખાડાની મોસમ પણ ખીલી છે. એક માહિતી અનુસાર, 5 વર્ષમાં ખાડામાં પડવાથી 466 લોકોના મોત થયા છે. આ આંકડો સરકાર માટે ભલે નાનોસૂનો હોય, પણ કોઈના ઘર માટે નથી. કમરતોડ ખાડાથી હવે ગુજરાતની જનતા પરેશાન થઈ રહી છે.

ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષમાં ખાડામાં પડવાથી કેટલાં લોકોના મૃત્યુ થયા તેની વાત કરીએ તો... 2017માં 98 પુરુષ અને 24 મહિલા, 2018માં 80 પુરુષ અને 9 મહિલા, 2019માં 78 પુરુષ અને 14 મહિલા, 2020માં 78 પુરુષ અને 10 મહિલા જ્યારે 2021માં 66 પુરુષ અને 9 મહિલા ખાડામાં પડતાં તેમના મોત થયા છે... એટલે કે તંત્રની ઘોર બેદરકારીના કારણે નિર્દોષ લોકોના જીવ ગયા છે.

દ્વારકાધીશ મંદિરનો ઐતિહાસિક નિર્ણય : ભક્તો માટે બદલાયો વર્ષો જુનો રિવાજ, આજથી 6 ધજા
       
અમદાવાદ હોય કે સુરત... જામનગર હોય કે વડોદરા... રાજ્યમાં દરેક જગ્યાએ કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી માટે ખાડા ખોદવામાં આવે છે. પરંતુ પછી તેને યો્ગ્ય રીતે પૂરવામાં આવતા નથી અને આજ ખાડા ચોમાસામાં વરસાદનું પાણી ભરાતાં બેસી જાય છે. જેમાં વાહનો કે વ્યક્તિ પડતાં તેનું ઘટનાસ્થળે મોત થાય છે. આ લોકો દ્વારા અવારનવાર તંત્રને કામગીરી પૂરી કરવા માટે રજૂઆત કરવામાં આવે છે. પરંતુ નિંભર તંત્ર પોતાના મનનું ધાર્યુ જ કરે છે અને આ મનમાની લોકોનો જીવ લઈને જ જાય છે.

અમે અમદાવાદમાં રિયાલિટી ચેક કર્યું તો, અમદાવાદ શહેરના એસપી રીંગરોડની ખસ્તા હાલત જોવા મળી. શાંતિપુરા ચોકડીથી સનાથલ બ્રિજ તરફ રોડની અત્યંત ખસ્તા હાલત છે. મોટા વાહનોના પૈડા અંદર ઉતરી જાય એવા મસમોટા ખાડા પડ્યા છે. ઔડા અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની ઘોર બેદરકારી અહી છતી થાય છે. શહેરના વૈભવી વિસ્તારો પૈકીનો એક વિસ્તાર હોવા છતા ગંભીર સ્થિતિ છે. તો બીજા વિસ્તારોની વાત જ શુ કરવી. ડ્રેનેજના રીપેરીંગ સહીતના કારણોથી તંત્ર દ્વારા ખોદકામ કરાયું છે. નાના વાહનોથી લઇ ભારે વાહનો સુધીના ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news