નવી દિલ્હી: આજથી કોંગ્રેસમાં રાહુલ યુગની શરૂઆત થઈ ગઈ છે. રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ પદે નિર્વિધ્ને ચૂંટાઈ આવ્યાં તેમના પક્ષમાં 89 નામાંકન દાખલ થયા હતાં. તેઓ તેમની પાર્ટીના એકમાત્ર ઉમેદવાર હતાં. તેમના વિરોધમાં કોઈએ નામાંકન દાખલ કર્યું નહતું. બપોરે ત્રણ વાગ્યા સુધી નામાંકન પાછું ખેંચવાની અંતિમ સમયમર્યાદા હતી. આ સમય પસાર થઈ ગયા બાદ રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યાં. આ ઔપચારિક એલાન સાથે જ 24, અકબર રોડ સ્થિત પાર્ટી હેડક્વાર્ટર પર કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઉજવણી કરવાનું શરૂ કરી દીધુ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટી (CEA)ના અધ્યક્ષ મુલ્લાપલ્લી રામચંદ્રન અને સીઈએના સભ્ય મધુસુદન મિસ્ત્રી તથા ભુવનેશ્વર કલીતાએ જાહેરાત કરી કે અધ્યક્ષ પદ માટે ફક્ત રાહુલ ગાંધીએ નામાંકન પત્ર દાખલ કર્યું. રામચંદ્રને જણાવ્યું કે રાહુલ ગાંધીને જો કે પાર્ટી અધ્યક્ષ નિયુક્ત થયા હોવાનું પ્રમાણપત્ર 16 ડિસેમ્બરના રોજ સોનિયા ગાંધી અને કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં સોંપવામાં આવશે. પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે સોનિયા ગાંધી અધિકૃત રીતે 132 વર્ષ  જૂની પાર્ટીની કમાન પુત્રને 16 ડિસેમ્બરની સવારે લગભગ 11 વાગ્યે સોંપશે. ત્યારબાદ રાહુલ ગાંધી કોંગ્રેસ હેડક્વાર્ટરમાં દેશભરના નેતાઓને મળશે. 



માતા અને સૌથી લાંબા સમય સુધી પાર્ટી અધ્યક્ષ રહેલા સોનિયા ગાંધી ઔપચારિક રીતે જ્યારે રાહુલ ગાંધીને પાર્ટીની કમાન સોંપશે ત્યારે તાજપોશીની સાથે જ પાર્ટીમાં પેઢીગત ફેરફાર થશે. આ ફેરફાર દેશની સૌથી જૂની પાર્ટીમાં એક નવા યુગની શરૂઆત કરશે. કોંગ્રેસ પાર્ટીને સ્વતંત્રતા