PM મોદીની છાતી 56 ઇંચની... કોંગ્રેસનું દિલ 56 ઇંચનું: રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉજ્જૈનમાં એક રેલીમાં ભાષણ આપતા કહ્યું કે પીએમ મોદીએ મારા પિતાનું અપમાન કર્યું છે પરંતુ હું તેમના માતા-પિતાનું અપમાન ક્યારેય કરીશ નહીં.
ઉજ્જૈન: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉજ્જૈનમાં એક રેલીમાં ભાષણ આપતા કહ્યું કે પીએમ મોદીએ મારા પિતાનું અપમાન કર્યું છે પરંતુ હું તેમના માતા-પિતાનું અપમાન ક્યારેય કરીશ નહીં. જો પીએમ મોદીની છાતી 56 ઈંચની હોય તો કોંગ્રેસનું દિલ 56 ઈંચનું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી મારા પિતાનું અપમાન કરે છે. મારા દાદી, મારા વડવાઓ અંગે બોલે છે. હું મરી જઈશ પરંતુ નરેન્દ્ર મોદીના માતા-પિતાનું અપમાન ક્યારેય નહીં કરું.
જુઓ LIVE TV