નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટી નેતાઓને સ્પષ્ટ જણાવી દીધું છે કે તેઓ પોતાનાં રાજીનામાનાં નિર્ણયથી પાછળ નહી હટે. તેમના પર રાજીનામું પરત લેવા માટે દબાણ ન કરવામાં આવે. કોંગ્રેસ સુત્રો અનુસાર રાહુલે સોમવારે પાર્ટીનાં સીનિયર નેતા કેસી વેણુગોપાલ અને અહેમદ પટેલ સાથે મુલાકાત કરી. રાહુલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેઓ પાર્ટી અધ્યક્ષ નથી રહેવા માંગતા. એટલા માટે રિપ્લેસમેન્ટ શોધી લેવામાં આવે. નવા અધ્યક્ષ કોઇ નોન ગાંધી હોવું જોઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CBI ને વારંવાર ખો આપી રહ્યા છે IPS રાજીવ કુમાર, 3 દિવસની રજા પર હોવાનું બહાનું
રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતાઓને પ્રિયંકા ગાંધીનું નામ પણ નહી ચલાવવા માટે જણાવ્યું છે. રાહુલ ગાંધીની નારાજગી તે વાત મુદ્દે છે કે તેમનાં પ્રચાર અભિયાન દરમિયાન સીનિયર નેતા ચુપ બેસી રહ્યા અથવા તો તેમની તરફ ઘુરતા રહ્યા. તેમણે પાર્ટીને ચૂંટણી જીતાડવામાં મદદ નથી કરી. તેમની નારાજગી નવા ચૂંટાયેલા મુખ્યમંત્રીઓ કમલનાથ અને અશોક ગહલોત ઉપરાંત એક ડઝન સીનિયર કોંગ્રેસી નેતાઓ સાથે છે. 


PM મોદીનાં શપથ સમારોહમાં BIMSTEC સહિત 8 દેશનાં નેતાઓ જોડાશે, પાક. કૌંસમા ધકેલાયું
UPમાં મળેલા પરાજયનાં કારણો શોધી રહ્યા છે અખિલેશ, સપામાં ફેરબદલનાં સંકેત
રાહુલ તે વાતથી પણ નારાજ છે કે તમામ પ્રદેશનાં કોંગ્રેસ અધ્યક્ષ પોતાનાં નજીકના લોકોને ટિકિટ અપાવવા માટે જોડ તોડ કરતા રહ્યા. પાર્ટી માટે જેટલી મજબુતીથી પ્રચાર કરવો જોઇતો હતો તેટલું નથી કર્યું. તેમની નારાજગી તે વાત મુદ્દે પણ છે કે  જ્યારે પાર્ટીનો પરાજય થયો તો પણ કોઇ પણ પ્રદેશ અધ્યક્ષે રાજીનામાનો પ્રસ્તાવ નહોતો કર્યો. જ્યારે રાહુલ ગાંધીએ પોતે રાજીનામાની વાત કરી ત્યાર બાદ તેમણે રાજીનામાની વાત કરી હતી. 


RJDમાં તેજસ્વીના વિરોધી સૂર, વંશવાદથી રાજનીતિ જનતા-પક્ષ બંન્ને પરેશાન
આ તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે કેસી વેણુગોપાલ સાથે મુલાકાત કરીને કહ્યું કે, સીડબલ્યુસીની બેઠકની જે માહિતી મીડિયા કંઇ કોંગ્રેસ નેતાઓ દ્વારા લીક કરવામાં આવી છે તેને પાર્ટીનું નુકસાન થઇ રહ્યું છે. મીડિયામાં ચાલી રહેલ નકારાત્મક સમાચારોથી કોંગ્રેસ પાર્ટીના નેતા પરેશાન છે. આજે કોંગ્રેસ મીડિયા ડિપાર્ટમેન્ટ પ્રમુખ રણદીપ સુરજેવાલે નિવેદન બહાર પાડીને કહ્યું કે, સીડબલ્યુસીનાં વિચારોનું આદાન -પ્રદાન અને કાર્યવાહી કરવા માટે એક લોકશાહીનુ મંચ છે. કોંગ્રેસને આશા છે કે મીડિયા સહિત તમામ લોકો બંધ દરવાજાની બેઠકમાં શુચિતાનું સન્માન કરશે. મીડિયામાં એક વર્ગમાં અલગ અલગ અનુમાન અટકળો લગાવવી અયોગ્ય છે. 


વિમાનોને રનવે સુધી પહોંચાડવા વિશ્વમાં પહેલીવાર દિલ્હીમાં ટેક્સી વોટનો ઉપયોગ
બીજી તરફ રાહુલ ગાંધીએ પોતાની તમામ બેઠકો અને કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. તે કોંગ્રેસ પાર્ટીની કોઇ પણ બેઠકમાં નથી જોડાઇ રહ્યા ન તો કોઇ બેઠક બોલાવે. એટલે સુધી કે પાર્ટીનાં જીતેલા સાંસદો સાથે પણ રાહુલ ગાંધીએ મુલાકાત કરી નથી. તમામ સાંસદોએ રાહુલ ગાંધીને મળવા માટે અરજી કરી છે, પરંતુ તેમને કોઇ જ જવાબ નથી મળ્યો.