વિમાનોને રનવે સુધી પહોંચાડવા વિશ્વમાં પહેલીવાર દિલ્હીમાં ટેક્સી વોટનો ઉપયોગ

ટેક્સી વોટના ઉપયોગથી દરેક ફ્લાઇટનું 213 લીટર ટર્બાઇન ફ્યુલ બચી શકશે, વાર્ષિક 35 મિલિયન અમેરિકી ડોલરની બચત થઇ શકશે

Updated By: May 27, 2019, 05:44 PM IST
વિમાનોને રનવે સુધી પહોંચાડવા વિશ્વમાં પહેલીવાર દિલ્હીમાં ટેક્સી વોટનો ઉપયોગ

નવી દિલ્હી : દિલ્હીના ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિમાનોને રનવે સુધી પહોંચાડવા માટે હવે એરપોર્ટ ટર્બાઇન ફ્યુલનો ઉપયોગ નહી કરવો પડે. હવે વિમાનોને એરોબ્રિજ અથવા પાર્કિંગ વેથી રનવે સુધી પહોંચાડવા માટે ટેક્સી વોટ નામનું વિશેષ વાહન એપોર્ટ પર રહેશે. જેની મદદથી કોઇ પણ એરલાઇન્સનાં વિમાનોને ટો કરીને એરોબ્રિજ અથવા પાર્કિંગ વેથી રનવે સુધી પહોંચાડવાની પ્રક્રિયા પુર્ણ કરવામાં આવશે. એરપોર્ટનાં ખાનગી સંચાલન સંસ્થા દિલ્હી ઇન્ટરનેળનસ એરપોર્ટ લિમિટેડ (ડાયલ)નો દાવો છે કે આઇજીઆઇ એરપોર્ટ વિશ્વનું પહેલું એવુ એરપોર્ટ હશે, જ્યાં ટેક્સી-વોટની સુવિધા ઉપલબ્ધ હશે.  

રામ મંદિરનું કામ કરવાનું છે અને તે થઇને રહશે: RSS પ્રમુખ મોહન ભાગવત

ડાયલનાં વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, યોજના હેઠળ સ્પાઇસ જેટ એરલાઇન્સ 28 મેથી દિલ્હી એરપોર્ટ પર ટેક્સી વોટ દ્વારા વિમાનોને રનવે સુધી પહોંચાડવાની પ્રક્રિયા કરશે. તેમણે જણાવ્યું કે, અલગ અલગ એરલાઇન્સને ટેક્સી વોટની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ડાયલનાં કેએસયુ એવિએશન પ્રાઇવેટ લિમિટેડ સાથે એક કરાર કર્યો છે. ટેક્સી વોટ અંગે માહિતીઆપવતા તેમણે કહ્યું કે ટેક્સી વોટ એક સેમી ઓટોમેટિક વાહન છે. જેને ઇજાયલી એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી (IAI) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ટેક્સી વોટને એરપોર્ટ પર લાવવાનાં ઇરાદો ટર્બાઇન ફ્યુલ બચાવવાનો છે. એરક્રાફ્ટનું એન્જિન સ્ટાર્ટ કર્યા વગર તેને રનવે સુધી પહોંચાડવામાં આવશે અને બીજુ ઇરાદો ટો કરતા સમયે વિમાનની સેફ્ટી અને એફિશિયન્સીનેવધારવાનો છે. 

પરાજય બાદ કોંગ્રેસમાં રાજીનામાઓની મોસમ: 13 મોટા માથાઓની રજુઆત

પઠાણકોટ રેલવે સ્ટેશન પર ISIની નજર, બ્લાસ્ટ કરવાનો હતો પ્લાનિંગ: સૂત્ર

વિશ્વમાં પહેલીવા આ વિશેષ વાહનનું હશે દિલ્હી એરપોર્ટમાં ઉપયોગ
આ બાબતે ડાયલનાં સીઇઓ વિદેહ કુમાર જયપુરિયારનું કહેવું છે કે, એરટ્રાવેલ એક્સપીરિયન્સને વધારવા માટે ડાયલ હંમેશાથી નવી ટેક્નોલોજીને દિલ્હી એરપોર્ટ પર લઇને આવ્યું છે. એવિએશન સ્પેસમાં ટેક્સી વોટનો ઉપયોગ ટેક્નોલોજિકલ ઇનોવેશનની જેમ છે. તેમને ખુશી છે કે  આ પ્રકારની ટેક્નોલોજી પોતાના પર આઇજીઆઇ એરપોર્ટ વિશ્વનું પહેલું એવું એરપોર્ટ બની ગયું છે, જ્યાં પર આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ટેક્સી વોટને અપનાવીને આઇજીઆઇ એરપોર્ટ પર ન માત્ર એડવાન્સ ટેક્સીઇંગ સોલ્યુશન ઉપલબ્ધ કરાવવામાં આવશે, પરંતુ આ ટેક્નોલોજી પર્યાવરણની દ્રષ્ટીએ પણ લાભપ્રદ સાબિત થશે. આઇજીઆઇ એરપોર્ટ પહેલા જ પર્યાવરણની અનુરુપ અલગ અલગ ઉપાયો માટે અનેક મંચો પર સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. 

આતંકીઓના ષડયંત્રને સૈન્યએ કર્યું નિષ્ફળ, જૂઓ બોમ્બ બ્લાસ્ટનો વીડિયો...

ટેક્સી વોટ દ્વારા દરેક ફ્લાઇટમાં બચી શકશે 213 લીટરથી વધારે ઇંધણ
ડાયરનાં સીઇઓ વિદેહ કુમાર જયપુરિયારે જણાવ્યું કે, આઇજીઆઇ એરપોર્ટ પર ટેક્સી વોટ દ્વારા દરેક ફ્લાઇટનું આશરે 213 લીટર એર ટર્બાઇન ફ્યૂલ બચાવવામાં આવી શકશે.જો આપણે આ ઇંધણની કિંમત અમેરિકન ડોલરમાં ગણીએ તો એક વર્ષમાં 35 મિલિયન અમેરિકી ડોલરની બચત એખ ફ્લાઇટમાં કરી શકાશે. તેમણે જણાવ્યું કે, ટેક્સી વોટને લોંચ કરતા પહેલા આઇજીઆઇ એરપોર્ટ પર 8 મહિના સુધી તેનું ટ્રાયલ કરવામાં આવ્યું.