નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે વિપક્ષી ગઠબંધનમાં વડાપ્રધાન પદ્દ માટે લડત શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે, તેની પાર્ટી વડાપ્રધાન પદ્દ માટે તે ઉમેદવારનું સમર્થન કરશે, જેનું નામ તમામ વિપક્ષી પાર્ટીઓ મળીને નક્કી કરશે. તેમણે કહ્યું કે. વડાપ્રધાન પદ્દ માટેની ઉમેદવારી માટે રાહુલ ગાંધી એકમાત્ર નેતા નથી. આ સાથે તેણે કહ્યું કે, વડાપ્રધાન પદ્દના ઉમેદવારનું નામ કોંગ્રેસ પાર્ટી એકતરફી રીતે નક્કી ન કરી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા કોંગ્રેસ પાર્ટીની વર્કિંગ કમિટીની બેઠકમાં વડાપ્રધાન પદ્દ માટે રાહુલ ગાંધીનું નામ નક્કી કરવામાં આવ્યું હતું. તેવામાં તેજસ્વી યાદવનું નિવેદન તે વાતનો સંકેત આપે છે કે, વિપક્ષી મહાગઠબંધનું વડાપ્રધાનના પદ્દને લઈને ખૂબ ખેંચતાણ થવાની છે. તેજસ્વી યાદવે પટનામાં કહ્યું, તમામ વિપક્ષી પાર્ટીઓ એક સાથે બેસસે અને વડાપ્રધાન પદ્દના ઉમેદવારનું નામ નક્કી કરશે. આ રેસમાં રાહુલ ગાંધી એકમાત્ર ઉમેદવાર નથી. 


તેણે કહ્યું કે, ઘણા અન્ય વિપક્ષી પાર્ટીના નેતા પણ છે, જે વડાપ્રધાન પદ્દની રેસમાં છે. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી, આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાજુ નાયડૂ, એનસીપીના પ્રમુખ શરદ યાદવ અને બીએસપી નેતા માયાવતી પણ વડાપ્રધાન પદ્દના પ્રમુખ ઉમેદવાર છે. 


આ સાથે તેજસ્વીએ કહ્યું કે, રાષ્ટ્રીય જનતા દળ સંયુક્ત વિપક્ષ દ્વારા નક્કી કરાયેલા કોઈપણ નેતાનું સમર્થન કરશે. તેણે કહ્યું કે, તેની પાર્ટીનો માત્ર એક ઈદારો છે અને તે છે કે તમામ વિપક્ષી પક્ષ કોઈ એવું નામ નક્કી કરે જે બંધારણની સેવા કરે. તેણે કહ્યું કે, રાહુલ ગાંધી આવા નેતા હોઈ શકે છે પરંતુ તે માટે રાહુલ ગાંધીએ ભાજપ વિરોધી તમામ પક્ષોને એક મહાગઠબંદન માટે એકઠા કરવા પડશે. તેણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીના ભારતભરમાં પહોંચ છે અને તે એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે.