નવી દિલ્હી : લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી મોદીના હરીફ તરીકે રજૂ કરવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ એક નિવેદનમાં કહ્યું કે રાહુલ ગાંધી જ વિપક્ષી દળોની એકતાની ધૂરી બનશે, વધુમાં તેમણે મોદી વિરુદ્ધ રાહુલ એકમાત્ર વિકલ્પ હોવાની વાત પણ કરી. એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં સુરજેવાલાએ જણાવ્યું કે મોદીનો એકમાત્ર વિકલ્પ રાહુલ ગાંધી છે. અન્ય કોઈ  ન જ હોઈ શકે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરજેવાલે કહ્યું કે, કોંગ્રેસ અને દેશ રાહુલ ગાંધીને આગામી પ્રધાનમંત્રી બનતા જોવા માંગે છે. વધુમાં તેમણ કહ્યું કે, આજે બે મોડેલ છે, એક મોદી મોડલ જે દિવસમાં છ વાર વસ્ત્રો બદલે છે, તેઓ પોતાના વસ્ત્રો પર ક્રીઝ પણ પડવા દેતા નથી. જ્યારે બીજા મોડેલ છે રાહુલ ગાંધી, જેઓ સાદગી, સરળતા અને સ્પષ્ટતા પર આધારિત છે. સુરજેવાલાએ કહ્યું કે રાહુલ ગાંધી તેમની નિર્ભિકતા, પારદર્શિતા અને પ્રામાણિકતા માટે જાણીતા છે.  


મોદી વિરુદ્ધ રાહુલ એકમાત્ર વિકલ્પ છે. એટલે આડકતરી રીતે કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીનું પ્રોજેક્શન ચાલુ કરી દેવામાં આવ્યું છે. રણદીપ સુરજેવાલ સહિતનાં કોંગ્રેસી નેતાઓ દ્વારા હવે રાહુલ ગાંધીનો જોરશોરથી પ્રચાર ચાલુ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત ગુજરાતની વિધાનસભા ચૂંટણી અને રાજસ્થાનની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનાં દેખાવ બાદ કોંગ્રેસને રાહુલ ગાંધી પર વિશ્વાસ બેસવા લાગ્યો છે.