ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઇસીનું હેલિકોપ્ટર ક્રેશ, બોલાવવાની આવી ઇમરજન્સી બેઠક

Iran News: ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઇસીના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર હતા, તેમાંથી એકનું જ હાર્ડ લેડીંગ થઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટરમાં ઇબ્રાહીમ રઇસી સવાર હતા. ઇરાનના ગૃહમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રપતિ સાથે સંપર્ક થઇ રહ્યો નથી. જે જગ્યા પર અકસ્માત થયો છે ત્યાં ધુમ્મસ છવાયેલ છે. 

ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઇસીનું હેલિકોપ્ટર ક્રેશ, બોલાવવાની આવી ઇમરજન્સી બેઠક

Ebrahim Raisi Helicopter:  ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઇસીના હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર આવી રહ્યા છે. બચાવ ટીમ હેલિકોપ્ટર સુધી પહોંચી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઇસીના ત્રણ કાફલામાં હેલિકોપ્ટર હતા, તેમાંથી એક જ હાર્ડલેડિંગ થયું, ઇરાનના ગૃહમંત્રી અહમદ વાહિદીના અનુસાર ઇબ્રાહિમ રઇસીના કાફલા સાથે સંપર્ક તૂટી ગયો છે. ડ્રોન વડે કાફલાની તલાશ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરની હાર્ડ લેડિંગ થઇ તેમાં ઇરાનના વિદેશ મંત્રી પણ સવાર હતા. 

કહેવામાં આવી રહ્યું છે રઇસી ઇરાનના પૂર્વી અજરબૈજાન પ્રાંતમાં યાત્રા કરી રહ્યા હતા. ઇરાનની રાજધાની તેહરાનથી આ અકસ્માત લગભગ 600 કિલોમીટર દૂર અજરબૈજાન દેશની સીમા પર સ્થિત જોલ્ફા પાસે થયો હતો. ઇરાનની સરકારી ટીવીના અનુસાર બચાવકર્મી ઘટનાસ્થળ પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ ખરાબ હવામાનના લીધે તેમાં વિઘ્ન આવી રહ્યા છે. અહીં તેજ હવા સાથે વરસાદની પણ સૂચના મળી છે. 

63 વર્ષીય રઇસી એક કટ્ટરપંથી છે, જોકે ઇરાનની ન્યાયપાલિકાનું નેતૃત્વ પણ કરી ચૂક્યા છે. તેમને ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઇના શિષ્યના રૂપમાં જોઇ શકાય છે અને કેટલાક વિશ્લેષકોએ સૂચનો આપ્યા હતા કે તે 85 વર્ષીય નેતાના મૃત્યુ અથવા પદ પરથી રાજીનામા બાદ તેમની જગ્યા લઇ શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news