નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કાલે એટલે કે 29 એપ્રીલે રામ લીલા મેદાનમાં જનસભાને સંબોધિત કરશે. કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ દિલ્હીમાં તે રાહુલની પહેલી રેલી યોજાશે. રાહુલ પણ આ રેલીનાં મુદ્દે ઉત્સાહીત છે. તેમણે રેલીનાં એખ દિવસ તેનો ઇરાદો વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીએ એક ટ્વીટ દ્વારા લોકોને જન આક્રોશ રેલીમાં ભાગ લેવાની અપીલ કરી છે. તેમણે લખ્યું છે કે, દેશમાં વડાપ્રધાન મોદીની આગેવાનીમાં સરકારનાં 4 વર્ષ પુરા થઇ ચુક્યા છે. આ ચાર વર્ષમાં ભાજપે પોતાનું એક પણ વચન નથી પાળ્યું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, મોદી સરકારનાં ચાર વર્ષમાં યુવાનોને રોજગાર નથી મળ્યો, મહિલાઓને સુરક્ષા નથી, ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યા, દલિતો- લઘુમતીને અધિકાર નથી મળ્યો. બીજી તરફ રાહુલ આ રેલીને સફળ બનાવવા માટે કોંગ્રેસી ઘણા દિવસોથી મહેનત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી રવિવારે સવારે 9.30 વાગ્યે રામલીલા મેદાનમાં જન આક્રોશ રેલીમાં ભાગ લેશે.



દિલ્હી કોંગ્રેસ એકમનાં અધ્યક્ષ અજય માકને કહ્યું કે, પાર્ટી કાર્યકર્તાઓનાં 40 હજાર આવેદન પહેચાન પત્ર બનાવવા માટે મળી ચુક્યા છે. આશરે ડોઢલાખથી બે લાખ કાર્યકર્તાનાં રેલીમાં ભાગ લેવાની સંભાવના છે. કોંગ્રેસ હવે 2019ની ચૂંટણી મુદ્દે આક્રમક વલણ અપનાવી રહી છે