કાઝીકોડ : પશ્ચિમ બંગાળમાં લેફ્ટ પાર્ટીઓ સાથે ગઠબંધનની અટકળો વચ્ચે કેરળ પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રદેશની લેફ્ટ સરકાર અને સીપીએમ પર જોરદાર શાબ્દિક પ્રહાર કર્યો. કોંગ્રેસ અધ્યક્ષે ભાજપ-આરએસએસની હિંસા સાથે  સીપીએમને પણ હિંસક વ્યવહાર કરનારી પાર્ટી ગણાવી હતી. કોંગ્રેસ અધ્યક્ષે પ્રદેશની સીપીએમ સરકાર પર કેરળ પુર દરમિયાન પુરતું કામ નહી કરવાનો આરોપ લગાવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jet Airways ને નથી મળી રાહત, PNBએ 2050 કરોડ રૂપિયાનું દેવુ આપવાનો ઇન્કાર


સપા કાર્યકર્તાઓ સાથે સામંજસ્ય કેળવીને પ્રચાર કરે કાર્યકર્તા: માયાવતીની બેઠક



સીપીએમની સાતે જ રાહુલે આરએસએસ અને ભાજપની પણ આકરી ઝાટકણી કાઢી હતી. ભાજપ અને આરએસએસ પર પણ સીપીએમની જ જેમ હિંસા ફેલાવવાનો આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ-આરએસએસ અને સીપીએસ કેરળમાં હિંસાનો પ્રયોગ કરે છે. હિંસા નબળા લોકોનું હથિયાર છે. કોંગ્રેસ હંમેશા અહિંસાથી સંઘર્ષ કરે છે.