Jet Airways ને નથી મળી રાહત, PNBએ 2050 કરોડ રૂપિયાનું દેવુ આપવાનો ઇન્કાર

જેટ એરવેઝે પણ શેર બજારોને મોકલવામાં આવેલી માહિતીમાં સ્પષ્ટ કર્યું કે તેને પીએનબી તરફથી કોઇ જ નવી લોન નથી મળી

Jet Airways ને નથી મળી રાહત, PNBએ 2050 કરોડ રૂપિયાનું દેવુ આપવાનો ઇન્કાર

મુંબઇ : જાહેર ક્ષેત્રની બેંક પંજાબ નેશનલ (પીએનબી) એ કહ્યું કે, રોડક સંકટ સામે લડી રહેલ ખાનગી ક્ષેત્રની એલાઇન જેટ એરવેઝને કોઇ પણ પ્રકારની આર્થિક મદદ કરવાનો નિર્ણય તે એકલી નહી કરે. આ અંગે નિર્ણય બેંકો દ્વારા સામુહીક આધારે કરવામાં આવશે. બેંકો આ વાત એવા સમયે કરી છે જ્યારે આ એવા સમાચારો આવી રહ્યા છે કે પીએનબીએ જેટ એરવેઝ માટે 2050 કરોડ રૂપિયાનું રાહત પેકેજ તૈયાર કર્યું છે. 

દેવાદારો એરલાઇન્સ માટે સશક્ત યોજના હેઠળ પતાવટની યોજના અંગે વિચાર કરી રહ્યા છે. આ અગાઉ જેટ એરવેઝે શેર બજારની મોકલાયેલી માહિતીમાં સ્પષ્ટ કર્યું હતું કે તેને પીએનબી તરફથી કોઇ નવી લોન મળી નથી. 

પીએનબીના પ્રબંધ નિર્દેશક અને મુખ્ય કાર્યકારી અધિકારી સુનીલ મેહતાએ પત્રકારોના સવાલ અંગે કહ્યું કે, શું બેક નુકસાનમાં ચાલી રહેલી વિમાન કંપનીને એકલા નવા દેવું આપવા અંગે વિચારી રહી છે, શું જેટ એરવેઝને વધારે દેવું આપવું યોગ્ય છે. જેનાં જવાબમાં તેમણે કહ્યું કે, આ અંગે બેંકોનો સમુહ નિર્ણય કરશે. આ અંગે પ્રસ્તાવ અંશધારકોની ભાગીદારી સાથે આવશે. અમે તેના પર કામ કરતા રહે છે. મેહતાએ અહીં ફિક્કી-આઇબીએનાં એક કાર્યક્રમ પ્રસંગે અલગથી વાતચીતમાં આવું જણાવ્યું હતું. 

આ કાર્યક્રમમાં હાજર બેંક ઓફ ઇન્ડિયાનાં પ્રબંધ નિર્દેશક અને મુખ્ય કાર્યકારી અધિકારી દીનબંધુ મહાપાત્રાએ કહ્યું કે, બેર એરલાઇન માટે પતાવટનું સમર્થન કરી રહ્યા છે. મહાપાત્રાએ કહ્યું કે, જો તમે સમર્થન નથી કરતા તો મુલ્ય નષ્ટ થશે. અમે મુલ્ય અને એરલાઇનને બચાવવી પડશે. જેટ એરવેઝ પર 8 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. તેને માર્ચના અંત સુધી 1700 કરોડ રૂપિયાનું દેવું ચુકવવાની જરૂર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news