નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul gandhi) સંપુર્ણ રીતે પાકિસ્તાન (Pakistan) ની ભાષા બોલે છે આ વાત એકવાર ફરીથી સાચી સાબિત થઇ છે. ભારતીય સંસદ દ્વારા જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નિષ્ક્રિય કરવાનાં નિર્ણય અંગે જ્યાં સંયુક્ત રાષ્ટ્રથી માંડીને ચીન-રશિયા જેવા દેશ ભારતનું સમર્થન કરી રહ્યા છે. બીજી તરફ રાહુલ ગાંધી (Rahul Gandhi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરવાની પાકિસ્તાન (Pakistan) ની ભાષા બોલવા લાગ્યા છે. પરિસ્થિતી એવી છે કે જમ્મુ કાશ્મીર મુદ્દે ભારત પર ખોટા આરોપો લગાવવા માટે પાકિસ્તાન રાહુલ ગાંધીનાં નિવેદનોને આધાર બનાવી રહ્યું છે.


કાશ્મીરમાં શાંતિભંગનો પ્રયાસ કરનારાઓ પર કડક કાર્યવાહી: 8 ટ્વીટર હેન્ડલ બંધ કરવા ભલામણ
જ્યાં ભારતીય સેનાથી માંડીને જમ્મુ કાશ્મીર પોલીસનાં ઉચ્ચે અધિકારીઓ સતત કહી રહ્યા છે કે જમ્મુ કાશ્મીરમાં શાંત છે. કલમ 370 નિષ્ક્રિય થયા બાદ એક ગોળી પણ નથી ચાલી. મીડિયામાં તમામ એવા વીડિયો દેખાડાઇ રહ્યા છે જેમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે કે, જમ્મુ કાશ્મીરનાં લોકો બેફિકર થઇને બકરી ઇદનો તહેવાર સેલિબ્રેટ કરવામાં આવે છે, પરંતુ રાહુલ ગાંધી (Rahul gandhi) ને નહી જવા માટેની સુચના મળી છે કે જમ્મુ કાશ્મીરમાં હિંસા થઇ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ કાશ્મીરમાં બકરી ઇદની શાંતિ પુર્ણ ઉજવણી, ટુકડે ટુકડે ગેંગ VIDEO ખાસ જુએ
VIDEO: Man Vs Wild નો સ્પેશ્યલ શો આજે રાત્રે 9 વાગ્યે, PM મોદીએ કરી આ રોચક વાત
રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં હિંસાના સમાચાર છે.બીજી તરફતેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કર્યો કે વડાપ્રધાન મોદી કાશ્મીરનું સત્ય લોકોને જણઆવે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન જણાવે કે કાશ્મીરમાં શું ચાલી રહ્યું છે ? 


ચીન પણ પાક.ની પડખેથી ખસ્યું: કાશ્મીર વિવાદ શાંતિથી ઉકેલવાનું કહી છેડો ફાડ્યો
પાકિસ્તાન (Pakistan) રાહુલ ગાંધી ના નિવેદનને ઝડપી લીધું છે અને તેને જ કોટ કરીને વડાપ્રધાન મોદી માટે એવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે, જે કોઇ પણ ભારતીયને સહ્ય નહી હોય. પાકિસ્તાનના પ્રસિદ્ધ પત્રકાર હામિદ મીરે રાહુલ ગાંધીનાં નિવેદનનો વીડિયો શેર કરતા વડાપ્રધાન મોદી માટે ખુબ જ શરમજનક શબ્દ પ્રયોગ કર્યો છે. આ એવા શબ્દ એટલા અભદ્ર છે જેને અમે હિન્દીમાં લખવા પણ શક્ય નથી.


સ્વાતંત્ર સમારંભમાં ભાગદોડ, UP ભાજપ અધ્યક્ષની આંગળી કપાઇ ગઇ
આટલું જ નહી પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક ઇંસાફ (PTI) ના સાંસદ મુરાદ સઇદે પણ રાહુલ ગાંધીના શરમજનક નિવેદનનાં વીડિયોને ટ્વીટ કરતા લખ્યું છે, તેમના પોતાનાં લોકો જ વિરોધ કરી રહ્યા છે તેમ છતા પણ વિશ્વ ચુપ છે. સઇદ મુરાદ અને હામિદ મીરનું આ ટ્વીટ સ્પષ્ટ જણાવી રહ્યું છે કે રાહુલ ગાંધી, પાકિસ્તાનનાં પોસ્ટર બોય બની ચુક્યા છે.


VIDEO: જહાજ આગની જ્વાળામાં લપેટાયું, 29 ક્રુ મેમ્બર્સ પાણીમાં કૂદી પડ્યાં, એક ગુમ 
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય સંસદમાં જમ્મુ કાશ્મીર કલમ 370 અને 35 એને નિષ્ક્રિય કરી દીધા છે. આ સાથે જ જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ થઇ ચુક્યો છે. હવે જમ્મુ કાશ્મીરમાં સંપુર્ણ રીતે ભારતીય કાયદાઓ લાગુ થાય છે. આ વાતથી પાકિસ્તાન ખુબ જ ગુસ્સે ભરાયેલું છે. તેઓ સતત ખોટા આરોપો લગાવી રહ્યું છે.