મોદી સરકાર પર રાહુલ ગાંધીનો હુમલો, કહ્યું- દેશ જ્યારે-જ્યારે ભાવુક થયો, ફાઇલો ગાયબ થઈ
ચીન મુદ્દે રાહુલ ગાંધી સતત સરકારને સવાલ પૂછી રહ્યાં છે. હવે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ કે, જ્યારે-જ્યારે દેશ ભાવુક થયો, ફાઇલો ગાયબ થઈ.
નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે તણાવ યથાવત છે. આ વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એકવાર ફરી મોદી સરકાર પર હુમલો કર્યો છે. આ વખતે રાહુલે દસ્તાવેજ ગાયબ થવાના મુદ્દા પર મોદી સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, જ્યારે-જ્યારે દેશ ભાવુક થયો છે. ફાઇલો ગાયબ થઈ છે.
ચીન મુદ્દે રાહુલ ગાંધી સતત સરકારને સવાલ પૂછી રહ્યાં છે. હવે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ કે, જ્યારે-જ્યારે દેશ ભાવુક થયો, ફાઇલો ગાયબ થઈ. માલ્યા હોય કે રાફેલ, મોદી કે ચોકસી... ખોલાયેલા લિસ્ટમાં લેટેસ્ટ છે ચીની અતિક્રમણ વાળા દસ્તાવેજ. આ સંયોગ નથી, મોદી સરકારનો લોકતંત્ર વિરોધી પ્રયોગ છે.
Rajasthan Crisis: ગુજરાત પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો, ગેહલોત સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ
માલ્યા સાથે જોડાયેલ દસ્તાવેજ ગાયબ
બીજીતરફ હાલમાં સુપ્રીમ કોર્ટમાં વકીલે કહ્યુ હતુ કે, ભાગેડૂ કારોબારી વિજય માલ્યાની ફાઇલ સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજ ઉપલબ્ધ નથી. વિજય માલ્યાના કેસ સાથે જોડાયેલ મહત્વના દસ્તાવેજ ફાઇલ ગાયબ હોવાને કારણે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટાળવી પડી હતી. હવે મામલાની સુનાવણી 20 ઓગસ્ટે થશે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube