નવી દિલ્હી : આજે આખો દેશ કોરોના વિરૂદ્ધ લડાઈ લડી રહ્યો છે. આ સંજોગોમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના સામે લડવા માટે ચાર સૂચનો આપ્યા છે. તેમણે લોકડાઉનની સાથેસાથે સ્વાસ્થ્ય સુવિધાઓને પણ યુદ્ધના સ્તરે સુધારવાની અપીલ કરી છે જેથી કોરોના સામે લડત લડી શકાય. આ પહેલાં કોંગ્રેસે આખા દેશમાં ન્યાય યોજના અમલમમાં મુકવાની માગણી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં રાહુલ ગાંધીએ સરકારને ચાર સૂચનો આપ્યા છે જેમાં અનુક્રમે એકાંતમાં રહેવાનો, મોટા પ્રમાણમાં દર્દીઓની તપાસનો, શહેરી વિસ્તારોમાં તાત્કાલિક ઇમરજન્સી અસ્થાયી હોસ્પિટલ્સ ઉભી કરવાનો અને ચિકિત્સાક્ષેત્રમાં પૂર્ણ આઇસીયુની સુવિધા આપવાનો છે. 


કોરોના વાયરસને કારણે દેશમાં 21 દિવસ માટે લોકડાઉનની સ્થિતિ છે જેના કારણે દેશના અર્થતંત્રને ભારે નુકસાન થવાની આશંકા છે. આ સમાચાર વચ્ચે સરકાર તરફથી નાણામંત્રી નિર્મલા સીતારામને (Nirmala Sitharaman) મોટી રાહત આપી છે. તેમણે જાહેરાત કરી છે કે ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબોને 1.70 લાખ કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે.  આ પૈસા સીધા ગરીબોના એકાઉન્ટમાં જશે. આ સિવાય દરેક ગરીબને આવતા ત્રણ મહિના સુધી 5 કિલો વધારાનું અનાજ ફ્રી મળશે. પ્રધાનમંત્રી અન્ન યોજના અંતર્ગત 80 કરોડ લાભાર્થીઓને એનો લાભ મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube