નવી દિલ્હી: કોર્ટના અનાદર મામલે ભાજપના સાંસદ મીનાક્ષી લેખીની અરજી પર રાહુલ ગાંધીએ આજે સુપ્રીમ કોર્ટમાં એક નવું સોગંદનામું રજુ કર્યું છે. જેમાં તેમણે પોતાના વિવાદિત નિવેદન માટે માફી ન માંગતા ખેદ વ્યક્ત કર્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે (30મી એપ્રિલ) આગામી સુનાવણી હાથ ધરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: પ.બંગાળમાં મતદાન દરમિયાન હિંસા, TMC વર્કરોએ સુરક્ષાદળો પર લાઠી વરસાવી


રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં અનાદર અરજી દાખલ કરી છે. તેમણે કહ્યું કે રાફેલ મામલે ગોપનીય દસ્તાવેજને પણ ચર્ચાનો હિસ્સો બનાવવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાને કોંગ્રેસ અધ્યક્ષે ખોટી રીતે રજુ કર્યું. લેખીએ રાહુલ પર આરોપ લગાવતા કહ્યું કે તેમણે ચોકીદાર ચોર હૈના પોતાના નિવેદનને સુપ્રીમ કોર્ટના નિવેદન તરીકે રજુ કર્યું. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...