VIDEO: પ.બંગાળમાં મતદાન દરમિયાન હિંસા, TMC વર્કરોએ સુરક્ષાદળો પર લાઠી વરસાવી
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં સોમવારે એટલે કે આજે ચોથા તબક્કાનું મતદાન ચાલુ છે. પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન રાજ્યમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના કાર્યકરોએ ઉપદ્રવ કરવાની કોશિશ કરી. આસનસોલમાં લોકસભા ક્ષેત્રના પોલિંગ બૂથ નંબર 199, 125 અને 129 પર ટીએમસીના કાર્યકરો અને સુરક્ષા દળો વચ્ચે ઝડપ થઈ. ટીએમસી કાર્યકરોનો આરોપ છે કે સુરક્ષા દળો પોતાની ડ્યૂટી યોગ્ય રીતે નિભાવતા નથી. આરોપ છે કે ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયો મતદાન કેન્દ્ર પર વોટિંગને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યાં હતાં. પરંતુ આમ છતાં સુરક્ષા દળોએ તેમને રોક્યા નહીં.
ટીએમસીના કાર્યકરો એટલા નારાજ થઈ ગયાં કે તેમણે સુરક્ષાકર્મીઓ ઉપર જ લાઠીઓ વરસવાવવાની શરૂ કરી દીધી. સ્થિતિ એવી બની ગઈ કે ટીએમસીના વર્કરોએ ઝી ન્યૂઝની ગાડી અને ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયોની ગાડી ઉપર પણ હુમલો કરી દીધો. જો કે જવાબમાં સુરક્ષા દળોએ પણ બળ પ્રયોગ કરવો પડ્યો. ત્યારબાદ ટીએમસીના ઉપદ્રવી વર્કરો બૂથ પરથી હટ્યાં. ટીએમસી વર્કરોનો આરોપ છે કે ભાજપ અને સીપીઆઈના વર્કર બૂથ પર જબરદસ્તીથી મત આપવાની કોશિશ કરી રહ્યાં હતાં.
#WATCH Clash between TMC workers and security personnel at polling booth number 199 in Asansol. A TMC polling agent said, 'no BJP polling agent was present at the booth.' BJP MP candidate from Asansol, Babul Supriyo's car was also vandalised outside the polling station. pic.twitter.com/goOmFRG96L
— ANI (@ANI) April 29, 2019
અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કાના મતદાનમાં આઠ લોકસભા બેઠકો પર મતદાન ચાલુ છે. રાજ્યના ચાર જિલ્લાઓમાં ફેલાયેલી આઠ લોકસભા બેઠકો પર વોટિંગમાં તૃણમૂલ કોંગ્રેસ, ભાજપ, કોંગ્રેસ, અને ડાબેરીઓ વચ્ચે ચતુષ્કોણીય મુકાબલો છે. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં નવ રાજ્યોની 71 બેઠકો માટે સવાર સાત વાગ્યાથી મતદાન ચાલુ છે.
#WATCH Clash between TMC workers and QRF and security personnel outside polling booth number 125-129 in Asansol, after disagreement erupted between BJP & CPI(M) workers after TMC workers insisted on polling despite absence of central forces. #WestBengal pic.twitter.com/wmTE97gY4i
— ANI (@ANI) April 29, 2019
ભાજપ અને તેમના સહયોગી પક્ષો માટે આ તબક્કાનું મતદાન ખુબ મહત્વનું છે. કારણ કે 2014માં આ 72 બેઠકોમાંથી તેમને 56માં જીત મળી હતી. બાકીની 16 બેઠકોમાંથી બે કોંગ્રેસને, તૃણમૂલ કોંગ્રેસને 6, બીજેડીને 6 મળી હતી. લોકસભા ચૂંટણીના પ્રથમ ત્રણ તબક્કાના મતદાનમાં 302 સીટોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે. જ્યારે અંતિમ ત્રણ તબક્કાના મતદાનમાં 168 બેઠકો પર મતદાન થશે.
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે