Rahul Gandhi Press Conference: સંસદ સદસ્યતા રદ થયા બાદ રાહુલ ગાંધી પહેલીવાર મીડિયા સામે દેખાયા છે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ઘણા સવાલોના જવાબ આપ્યા છે. બદનક્ષીના કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે. આ પછી, લોકસભા સચિવાલયે એક નોટિફિકેશન બહાર પાડીને તેમની સંસદની સદસ્યતા સમાપ્ત કરી દીધી. આ અંગે રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મેં અગાઉ પણ કહ્યું છે કે આપણા દેશમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. આના નવા નવા ઉદાહરણ આપણને જોવા મળી રહ્યા છે. આરોપ લગાવતા રાહુલે કહ્યું કે અદાણી પાસે શેલ કંપનીઓ છે. તેમાં 20 હજાર કરોડનું રોકાણ છે. તે કોના છે? અદાણી અને પીએમ મોદી વચ્ચેના સંબંધો જૂના છે. નિયમોમાં ફેરફાર કરીને અદાણીને એરપોર્ટ આપવામાં આવ્યું હતું. મેં આ અંગે સ્પીકરને અનેક પત્રો પણ લખ્યા છે. મને બોલવા કેમ ન દેવાયો? તમે બધાએ જોયું કે આ પછી શું થયું? હું પ્રશ્નો પૂછવાનું બંધ કરવાનો નથી. પીએમ મોદી અને અદાણી વચ્ચે શું સંબંધ છે એ જણાવો? આ 20 હજાર કરોડ રૂપિયા કોની પાસે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેરલાયક ઠેરવીને, ધમકાવીને રોકવો શક્ય નથી. હું પૂછતો રહીશ કે 20 હજાર કરોડ રૂપિયા કોના છે? તે અદાણીના નથી. મારા વિશે ખોટું બોલ્યા. મને ડરાવીને ચૂપ નહીં કરી શકે.



કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે મેં તમને ઘણી વખત કહ્યું છે કે ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. મેં કહ્યું કે અદાણીની શેલ કંપનીમાં કોઈએ 20 હજાર કરોડનું રોકાણ કર્યું છે, જો આ પૈસા અદાણીના નથી તો કોના છે? મેં સંસદમાં પુરાવા સાથે વાત કરી. પીએમ મોદી અને અદાણી વચ્ચેના સંબંધો જૂના છે. મેં બંનેનો ફોટો પણ બતાવ્યો. મેં મારા ભાષણને હટાવી દેવા અંગે સ્પીકરને પત્ર લખ્યો હતો. મંત્રીઓ મારા વિશે ખોટું બોલ્યા. મેં વિદેશી દળોની કોઈ મદદ લીધી નથી. મેં સ્પીકરને 2 પત્ર લખ્યા, તેમનો જવાબ મને મળ્યો નથી. હું સ્પીકરને મળી ચૂક્યો છું.