Rahul Gandhi and Priyanka Gandhi: દેશની રાજનીતિમાં એક મોટા સમાચાર. ગાંધી પરિવારના વધુ એક સભ્યની થઈ શકે છે સક્રિય રાજનીતિમાં એન્ટ્રી. ગાંધી પરિવારની વધુ એક વ્યક્તિની થઈ શકે છે લોકસભામાં સાંસદ તરીકે એન્ટ્રી. શું છે તેની પાછળનું કારણ અને કોણ છે ગાંધી પરિવારની આ વ્યક્તિ તે પણ જાણીએ. એ પહેલાં સૌથી પહેલાં તમારે હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીની પરિણામો પર નજર કરવી પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધી આ વખતે પણ બે બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાંથી એક હતી તેમની પરંપરાગત બેઠક રાયબરેલી અને બીજી બેઠક હતી કેરળની વાયનાડ. બન્ને બેઠકો પર જીત બાદ એક બેઠક પસંદ કરવાની હોય છે. ત્યારે રાહુલ ગાંધી કઈ બેઠક પસંદ કરશે તે મુદ્દો ચર્ચામાં હતો. અનેક અટકળો બાદ આખરે તેનો નિર્ણય લેવાઈ ગયો છે. રાહુલની સીટ પરથી હવે તેમની લાડલી બહેન પણ લોકસભામાં પહોંચવાની તૈયારી કરી રહી છે. 


 



 


રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીમાં રાયબરેલી અને વાયનાડ બંને બેઠક પરથી જંગી લીડથી જીત્યા. જોકે નિયમ પ્રમાણે તેમણે એક બેઠક છોડવાનો નિર્ણય કર્યો. ત્યારે રાહુલ ગાંધીએ કઈ બેઠક છોડવાનો નિર્ણય ભારે હૈયે લીધો?... બંને બેઠક પરથી કેટલાં મતથી રાહુલ જીત્યા હતા?. જાણો વિગતવાર માહિતી. રાજ્યસભાના સાંસદ અને રાહુલ ગાંધીના માતા સોનિયા ગાંધીએ ચૂંટણી પહેલાં રાયબરેલીમાં ભાવનાત્મક સંબોધન કર્યુ હતું... અને આ સંબોધનની કમાલ એ રહી કે લોકોએ રાહુલ ગાંધીને જંગી લીડથી જીતાડ્યા....રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક પરથી 3,64,422 મતથી જીત મેળવી. જ્યારે રાયબરેલી બેઠક પરથી રાહુલ ગાંધીએ 3,90,030 મતથી જીત મેળવી.


 



 


જોકે નિયમ પ્રમાણે એક સીટ છોડવી પડે છે... તેને જોતાં અટકળો થઈ રહી હતી કે રાહુલ ગાંધી કઈ બેઠક છોડશે?... તો તેની સત્તાવાર જાહેરાત પણ થઈ જતાં અટકળોનો અંત આવ્યો છે....રાહુલ ગાંધી હવે રાયબરેલીથી સાંસદ બન્યા રહેશે અને વાયનાડની બેઠક છોડશે. કોંગ્રેસ દ્વારા તેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ખુદ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડેગે આ જાહેરાત કરી દેતા રાજકીય અટકળોનો અંત આવ્યો છે. આ સાથે પ્રિયંકા ગાંધીની પણ સક્રિય રાજનીતિમાં એન્ટ્રી થશે. પ્રિયંકા ગાંધી હવે રાહુલ ગાંધીએ છોડેલી વાયનાડ બેઠક પરથી લોકસભાની પેટાચૂંટણી જીતીને સંસદ ભવનમાં પહેલીવાર પ્રવેશ કરશે. તેના માટે હવે રાહુલ ગાંધી સત્તાવાર રીતે વાયનાડ બેઠક પરના સાંસદ તરીકે પોતાનું રાજીનામું આપશે.