સંસદીય સમિતિની સામે રાહુલ ગાંધીએ ઉઠાવ્યો જવાનોના ભોજનની ક્વોલિટીનો મુદ્દો, મળ્યો આ જવાબ
ભારત અને ચીન વચ્ચે LAC પર લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત (Bipin Rawat) શુક્રવારે રક્ષા મામલેની સંસદીય સમિતિની સામે ઉપસ્થિત થયા.
નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે LAC પર લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત (Bipin Rawat) શુક્રવારે રક્ષા મામલેની સંસદીય સમિતિની સામે ઉપસ્થિત થયા. બેઠકનો એજન્ડા 'રક્ષાબળો, ખાસકરીને બોર્ડર વિસ્તારોમાં રાશન અને સામાનની ગુણવત્તાની જોગવાઇ અને દેખરેખ હતી પરંતુ કેટલાક સભ્યોએ કહ્યું કે તે લદ્દાખમાં સ્થિતિનો મુદ્દો ઉઠાવશે.
આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પણ ભાગ લીધો. આ દરમિયાન તેમણે જવાનોના ભોજનની ક્વોલિટીને લઇને સવાલ પૂછ્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે 'બોર્ડર વિસ્તારમાં જવાનો અને અધિકારીઓ વચ્ચે ભોજનની ક્વોલિટીમાં અંતર કેમ?'
સૂત્રોના અનુસાર પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષને જવાબ મળ્યો કે મોટાભાગના જવાનો અથવા કસ્બામાંથી આવે છે. તેમના ભોજનમાં રોટલીને પ્રાથમિકતા આપવામાં આવે છે, જ્યારે ઓફિસર શહેરથી આવે છે તો બ્રેડ અતહ્વા એવું ખાવાનું પસંદ કરે છે. તેમને જવાબ આપવામાં આવે છે કે ભોજન સાથે કોઇ ભેદભાવ કરવામાં આવતો નથી.
તમને જણાવી દઇએ કે લોકસભાની ચૂંટણી બાદ ગત વર્ષે પેનલમાં નામાંકિત થયા બાદ આ પહેલીવાર છે જ્યારે રાહુલ ગાંધી આ સમિતિની બેઠકમાં ભાગ લઇ રહ્યા છે.
આ બેઠકની અધ્યક્ષ ભાજપ નેતા જુએલ ઓરાંવ (Jual Oram) એ કરી હતી. બેઠકમાં સામેલ થનાર સભ્યોમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર પણ હતા. શરદ પવારે દિવસમાં સંવાદદાતાઓને કહ્યું હતું કે તે લદ્દાખમાં એલએસીની સ્થિતિ પર પેનલના સભ્યોને એક પ્રેજેંટેશન આપવા માટે કહેશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube