જાણો કેમ રાહુલ ગાંધીએ તેમની પાર્ટીના વરિષ્ઠ નેતાને કહ્યું, ‘મને માફ કરી દો’
કોંગ્રેસ પાર્ટીમાં રાહુલ ગાંધીની તાજપોશી બાદથી જ પાર્ટીમાં ફેરફારોનો દોર શરૂ થઇ ગયો છે. ઘણા જૂના લોકોને સંગઠનથી બહાર કાઢવામાં આવ્યા છે તો કેટલાક નવા લોકોને પાર્ટી સાથે કામ કરવાની તક આપવામાં આવી છે.
રવિ ત્રિપાઠી, કોલકાતા/ નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીમાં રાહુલ ગાંધીની તાજપોશી બાદથી જ પાર્ટીમાં ફેરફારોનો દોર શરૂ થઇ ગયો છે. ઘણા જૂના લોકોને સંગઠનથી બહાર કાઢવામાં આવ્યા છે તો કેટલાક નવા લોકોને પાર્ટી સાથે કામ કરવાની તક આપવામાં આવી છે. પરંતુ હાલમાં જ પાર્ટીમાં કરવામાં આવેલા એક ફેરફારની પદ્ધતિ પર રાહુલ ગાંધી માફી માંગવા પર મજબૂર થયો હતો. કારણ કે ફેરફારની આ પદ્ધતિ તે નેતા પર લાગી આવ્યું હતું અને જેવો તે નેતા અને રાહુલ ગાંધી સામસામે આવ્યા, ત્યારે તેમણે રાહુલ ગાંધીને તેમના મનની વાત કરી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીને તેમની પાર્ટીના એક નેતાની ત્રણથી ચાર વખત માફી માંગવી પડી હતી. રાહુલ ગાંધીએ કહ્યું - ‘મને માફ કરી દો’
હાલમાં જ પુનર્સ્થાપિત પશ્ચિમ બંગાળના કોંગ્રેસ કમિટીના નેતા રાહુલ ગાંધીને મળવા પહોચ્યા હતા. આ મીટિંગમાં પશ્ચિમ બંગાળના કોંગ્રેસ અધ્યક્ષ સોમેન મિત્રા, કોંગ્રેસ સંસદ અને પૂર્વ પ્રદેશ અને નવનિયુક્ત ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ અધીર રંજન ચૌધરી, પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રભારી ગૌરવ ગોગોઇ સહિત કુલ 17 લોકો હાજર હતા.
બેઠક લોકસભા ચૂંટણીની તૈયારી માટે બલાવવામાં આવી હતી. પરંતુ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહેલા અધીર રંજન ચૌધરીએ રાહુલ ગાંધીને પાર્ટીમાં કરેલા ફેરફારની પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યો હતો. અધીરનો સલાવ સીધો હતો, કે તેમને પ્રદેશ અધ્યક્ષ પદથી હટાવવાની જાણકારી પણ આપવામાં આવી ન હતી કેમ? મને મીડિયા દ્વારા આ વાતની જાણકારી મળી, મને આ વાતથી ખુબ જ દુ:ખ પહોંચ્યું છે.