નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ એક ટ્વિટમાં કહ્યું કે આખરે ઘણા તાનાશાહોના નામ અંગ્રેજીના  'M' (મ) અક્ષરથી જ કેમ શરૂ થાય છે. કેરલ (Kerala) ના વાયનાડથી સાંસદએ ટ્વિટ કરી કેટલાક તાનાશાહોના નામ પણ ગણાવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે મ્યામાંર તખતા પલટ કરનાર સેના પ્રમુખનું નામ મિન આંગ લાઇંગ (Min Aung Hlaing) છે. જે અંગ્રેજીના 'M' અક્ષરથી શરૂ થાય છે. આ પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષને ઇશારા ઇશારમાં પીમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની તુલના તાનાશાહ નેતાઓ સાથે કરી દીધી. તો બીજી તરફ પ્રશ્ન એ ઉદભવે છે કે વાયનાડ સાંસદ રાહુલ ગાંધીને 'M' નામવાળા તાનાશાહોની યાદ તો ખૂબ આવી પરંતુ તે આ 'M' અક્ષરથી શરૂ થનાર મહાન હસ્તીઓના નામ કેમ ભૂલી ગયા?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીનું ટ્વીટ
Rahul Gandhi એ પોતાના ટ્વીટમાં માર્કોસ (Marcos), મુસોલિની (Mussolini), મિલોસેવિચ (Milošević), મુબારક (Mubarak), મોબુતુ (Mobutu), મુશર્રફ (Musharraf) અને માઇકોમ્બેરો (Micombero) નું નામ ગણાવ્યું. ધ્યાન રહે કે માર્કોસનું પુરૂ નામ ફર્ડિનેંડ ઇમૈનુએલ એડ્રૈલિન માર્કોસ (Ferdinand Emmanuel Edralin Marcos) હતું જે ફિલિપીન્સના રાષ્ટ્રપતિ બન્યા. તેણે સૈન્ય તાનાશાહીવાળા ઘણા મોટા અને બર્બર કાનૂનોનો ઉપયોગ કર્યો. 


પરંતુ તેમને 'M' નામથી શરૂ થનાર ઘણી મહાન હસ્તીઓની યાદ ન આવી. અત્રે ઉલ્લેખનીય છે કે દુનિયાના ઇતિહાસમાં 'M' નામથી શરૂ થનાર મહાન નેતાઓની વાત કરીએ તો મહાત્મા ગાંધી, મોતીલાલ નહેરૂ, મંગલ પાંડેય, મૌલાના અબુલ કલામ આઝાદ, મદન મોહન માલવીય અને મધર ટેરેસા જેવી હસ્તીઓના નામ તેમને કેમ યાદ ન આવ્યા. 


તાનાશાહો સાથે સંબંધિત સામાન્ય જ્ઞાન પર જોરદાર પકડ!
રાહુલ ગાંધીએ જે નેતાઓના નામ માટે તેના પર થોડી ચર્ચા વધુ કરીએ તો મુસોલિની ઇટલીના એક રાજનેતા હતા જેણે ફાંસીવાદના દર્શનનો પાયો નાખ્યો હતો. સ્લોબોદાન મિલોશેવિચ સર્બિયાના રાજનેતા હતા. જેણે તાનાશાહના રૂપમાં જોવામાં આવે છે. હોસ્ની મુબારક ઇજિપ્ત હતા, કર્નલ જોસેફ મોબુતુ કોન્ગોના, જનરલ પરવેઝ મુશર્રફ પાકિસ્તાન અને માઇકલ માઇકલ માઇકોમ્બેરો બુરંડીના તાનાશાહ હતા. 


ભાજપએ કર્યો રાહુલ ગાંધી પર વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયએ પલટવાર કરતાં જવાબી હુમલો કર્યો. વિજયવર્ગીયએ કહ્યું કે 'R' નામના વ્યક્તિઓએ દેશને જોરદાર લૂંટ્યો છે. તેમણે એમપણ કહ્યું કે 'દેશમાં જ્યારે ઇમરજન્સી લાગી હતી તો તે બધુ રાહુલ ગાંધી ભૂલ ગયા? ઇમરજન્સી દરમિયાન લોકોના તમામ મૌલિક અધિકાર ખતમ થઇ ગયા હતા. લાખો લોકોને જેલમાં બંધ કરી દીધા હતા. તો બીજી તરફ હજારો નેતાઓને જેલમાં બંધ કરી દીધા હતા. હજારો લોકો પર ફરિયાદ નોંધાઇ હતી.   


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube