નવી દિલ્હી: ફેસબુકના ડેટા લીક પ્રકરણથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલો ભારતમાં રાજકીય રંગ પકડી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મીડિયા પર આરોપ લગાવતા કહ્યું કે ઈરાકમાં થયેલા નરસંહારમાં માર્યા ગયેલા 39 ભારતીયોના મોત મુદ્દેથી લોકોનું ધ્યાન હટાવવા માટે ડેટા લીક જેવી વાતો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેસબુક ડેટા લીક મામલે માર્ક ઝુકરબર્ગે ભૂલ સ્વીકારી, હવે શું થશે? વાંચો


રાહુલ ગાંધીએ આ અંગે ટ્વિટર પર ટ્વિટ કરી, સમસ્યા: 39 ભારતીયોના મોત અને જૂઠુ બોલતી સરકાર. સમાધાન: કોંગ્રેસ વિરુદ્ધ અને ડેટા લીક જેવા અહેવાલો બનાવવામાં આવે, રિઝલ્ટ: મીડિયાવાળાઓએ 39 ભારતીયોના મોતના અહેવાલને દબાવી દીધો.


Jio લાવ્યું છે તમારા માટે કમાવાની તક, મહિને કમાઇ શકો છો 25થી30 હજાર!


પહેલો: આખરે મોદી સરકાર અને સુષમાજીએ 4 વર્ષો સુધી કેમ લોકોને ગુમરાહ કર્યા?
બીજો: સરકારે ભારતીયોના મોતની તારીખ કેમ ન જણાવી?
ત્રીજો: આ ત્રણ વર્ષોમાં વિદેશ મંત્રાલય પાસે ભારતીયોના જીવિત રહેવાનો શું પુરાવો હતો?
ચોથો: પીડિત પરિવારોને કેન્દ્ર સરકાર વળતર કેમ આપી રહી નથી?



શું છે સમગ્ર મામલો?
ઈરાકના મોસુલ શહેરમાં છેલ્લા ચાર વર્ષથી લાપત્તા થયેલા 39 ભારતીયો અંગે સરકારે મંગળવારે સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે તેમની સામૂહિક હત્યા કરી દેવામાં આવી. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે રાજ્યસભામાં જણાવ્યું હતું કે આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે તેમને મારીને દફનાવી દીધા. સાથે સાથે એમ પણ જણાવ્યું કે કેવી રીતે ભારત સરકારે તેમના પાર્થિવ શરીરના અવશેષોને શોધ્યાં.