નવી દિલ્હી: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના ચીફ શરદ પવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આજે મુલાકાત કરી. સૂત્રોના જણાવ્યાં મુજબ એનસીપીનો કોંગ્રેસમાં વિલય થઈ શકે છે. અત્રે જણાવવાનું કે લોકસભા ચૂંટણીમાં સજ્જડ હારના પગલે રાહુલ ગાંધીએ રાજીનામાની રજુઆત કરી હતી. જ્યારે બીજી બાજુ એનસીપીએ પણ લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસમાં માથાપચ્ચી...પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને કોણ નુકસાન પહોંચાડી રહ્યા છે? ખાસ વાંચો અહેવાલ


સૂત્રોનું કહેવું છે કે આ મુલાકાત દરમિયાન શરદ પવારે રાહુલ ગાંધીને અધ્યક્ષ પદે રહેવાની અપીલ કરી છે. બંને પક્ષોના વિલય અંગે સમર્થકોનું કહેવું છે કે સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દા પર અલગ પાર્ટી એનસીપી બની હતી. હવે આ મુદ્દો ખતમ થઈ ગયો છે. બંને પક્ષોની વિચારધારામાં કોઈ મૂળભૂત અંતર નથી. આ બાજુ વિલય પર સમર્થકોનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી અગાઉ જો બંને પક્ષો એક થઈ જાય તો પરિણામ સારા આવશે. 


આ સાથે જ કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ પણ રાહુલ ગાંધીની મુલાકાત કરી. કુમારસ્વામીએ બુધવારે કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષને પદ પર બની રહેવાનો આગ્રહ કરશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...