છત્તીસગઢમાં ગુરુદ્વારા ગયેલા રાહુલ ગાંધીની એક હરકતે જીતી લીધા દિલ
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રચાર અંગે રાજનાંદગાંવની મુલાકાતે ગયા છે રાહુલ ગાંધી
નવી દિલ્હી : છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અને તૈયારીની તપાસ કરવા માટે રાજનાંદગાંવની બે દિવસની મુલાકાતે ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અહીં એક ગુરુદ્વારામાં દર્શન કર્યા હતા. શનિવારે રાહુલ ગાંધી બીજા કોંગ્રેસી નેતાઓ સાથે ગુરુદ્વારા પહોંચ્યા હતા. અહીં તેમણે પરિવાર સાથે આવેલી એક બાળકીને તેડી હતી અને પછી ગુરુદ્વારામાં દર્શન કર્યા હતા. રાહુલની આ હરકત જોઈને બધાના દિલ ખુશ થઈ ગયા હતા. આ દરમિયાન બાળકી સતત રાહુલ ગાંધીને જોઈ રહી હતી. રાહુલ ગાંધીએ ગુરુદ્વારામાં હાજર બીજા લોકો સાથે પણ મુલાકાત કરી હતી.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની આ મુલાકાતના પહેલા દિવસે રાજનાંદગાંવમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેણે ભ્રષ્ટાચાર, નોટબંધી અને ખેડૂતોની લોનમાફી જેવા મામલાઓ વિશે ચર્ચા કરીને નરેન્દ્ર મોદીની સરકાર પર હુમલો કર્યો હતો. આ રોડ શોમાં રાહુલે વાયદો કર્યો હતો કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો ખેડૂતોની લોન માફ કરી દેવેામાં આવશે.
રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 15 વર્ષોખી સત્તામાં છે. અને આ વખતે 65 સીટોમાં જીત મેળવી ચોથી વાર સત્તામાં આવવ માટે પ્રયાસ કરી રહી છે. જ્યારે કોંગ્રેસ આ વખતે ભાજપને હરાવીને સત્તા પર આવવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે બીજેપી અને કોંગ્રેસ બંન્ને એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.
છત્તીસગઢના ડોંગરગઢમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે, 'છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બનતા જ ખેડૂતોનૂં દેવૂં માફ કરી દેવમાં આવશે.' સાથે જ તેમણે ખેડૂતો માટે અનાજના ટેકાના ભાવો 2500 રુ. કરવાનું વચન પણ આપ્યુ હતું.'
રાહુલે વધુમાં કહ્યું કે, 15 ક્વિન્ટલની લિમિટ ખતમ કરી દેવામાં આવશે અને ખેડૂતોને ગત બે વર્ષનું બોનસ આપવાની શરુઆત પણ કરી દેવામાં આવશે. દરેક જિલ્લા અને બ્લોકમાં ફુડ પ્રોસેસીંગનું કારખાનું લગાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, છત્તીસગઢમાં જે આઉટસોર્સિંગની સિસ્ટમ બનાવવામાં આવી છે તેને કોંગ્રેસના મુખ્યપ્રધાન સત્તામાં આવતાની સાથે જ બંધ કરી દેશે.