નવી દિલ્હી: લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ તરફથી સૌથી પહેલા રાહુલ ગાંધીએ ચર્ચા કરી. સદનમાં તેમણે પોતાના ભાષણની શરૂઆત જુમલાના ઉલ્લેખથી કરી. તેમણે ભાજપની સરકારને જુમલાવાળી સરકાર ગણાવી દીધી. તેમણે કહ્યું કે હિંદુસ્તાનના યુવાઓને પીએમ મોદી પર વિશ્વાસ નથી. આ સરકાર ફક્ત ખોટા વચનો આપે છે અને સમગ્ર દેશ જુમલા સ્ટ્રાઈકનો શિકાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયા કયા જુમલા ગણાવ્યાં
1. દરેક બેંક એકાઉન્ટમાં 15 લાખ
2. 2-2 કરોડ યુવાઓને દર વર્ષે રોજગાર
3. રક્ષામંત્રીએ રાફેલ ડીલમાં ખોટું કહ્યું
4. સૈનિકોને દગો કર્યો


રાહુલ બોલતા રહ્યાં અને પીએમ હસતાં રહ્યાં
રાહુલ ગાંધી જ્યારે પીએમ મોદી પર પ્રહારો કરી રહ્યાં હતાં ત્યારે પીએમ મોદી ખડખડાટ હસતા હતાં. રાહુલ મોદી સરકારની નિષ્ફળતાઓને ગણાવી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે પીએમ બહાર નથી જતા. રાહુલ જેવું આ બોલ્યા કે બધા હસવા લાગ્યાં. ત્યારબાદ તરત પોતાની ભૂલ સુધારતા તેમણે  કહ્યું કે વડાપ્રધાન બહાર જાય છે તો ફક્ત ઓબામા અને ટ્રમ્પને મળવા. રાહુલ ગાંધીએ આ ઉપરાંત રાફેલ ડીલ, રોજગાર, કાળા નાણા જેવા અનેક મુદ્દાઓ પર પ્રહારો કર્યાં. રાફેલ ડીલ પર બોલતા તેમણે કહ્યું કે પીએમ મોદી મારી સાથે આંખ મિલાવી શકતા નથી. આ સાંભળીને ફરી એકવાર હાસ્યના ફૂવારા છૂટ્યાં.


રાહુલ ગાંધીના ભાષણની મહત્વની વાતો


- વડાપ્રધાન મારી આંખમાં આખ મિલાવી શકતા નથી.
- પીએમ મોદી ચોકીદાર નથી, ભાગીદાર છે.
- પીએમ મોદી હસી રહ્યાં છે પરંતુ હું સમજી શકું છું કે તેઓ નર્વસ છે.
- તેમણે એક બિઝનેસમેનને 45 હજાર કરોડનો ફાયદો કરાવ્યો.
- પીએમ મોદી ફ્રાન્સ ગયા અને જાદુથી વિમાનના ભાવ 1600 કરોડ કરી નાખ્યાં.
- પીએમ મોદીએ કહ્યું હતું કે હું ચોકીદાર છું, પરંતુ તેઓ ભાગીદાર છે.
- કોના જવાબમાં આ  જૂઠ્ઠાણું બોલાઈ રહ્યું છે તે દેશને જણાવો.
- પીએમના દબાણમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમણે દેશને ખોટું કહ્યું.
- અમે એક જીએસટી ઈચ્છતા હતાં. પીએમ પાંચ જીએસટી લઈને આવ્યાં.
- ચીન 50,000 યુવાઓને 24 કલાકમાં રોજગાર આપે છે. વડાપ્રધાન મોદી 400 યુવાઓને રોજગાર આપે છે.
- પીએમ મોદીનો જીએસટી અલગ છે. આ જીએસટીએ નાના દુકાનદારોને બરબાદ કરી નાખ્યાં.
- જીએસટી કોંગ્રેસ લઈને આવી હતી, પરંતુ તે વખતે ભાજપે તેનો વિરોધ કર્યો હતો, હવે સરકાર કોંગ્રેસના પગલે જ ચાલી રહી છે.
- હિંદુસ્તાનમાં 4 વર્ષમાં 2 કરોડ યુવાઓને નહીં પરંતુ 4 લાખ યુવાઓને રોજગારી મળી.
- સુરતના લોકોએ મને જણાવ્યું કે મોદીજીએ સૌથી મોટી ચોટ તેમને જ આપી છે.
- પીએમ મોદીને ન જાણે ત્યાંથી સંદેશો મળ્યો કે તેમણે રાતે 8 વાગે નોટબંધીનો ફેસલો લઈ લીધો.