નવી દિલ્હી: સલમાન ખુર્શીદના નવા પુસ્તક 'સનરાઇઝ ઓવર અયોધ્યા'ને લઇને BJP અને કોંગ્રેસમાં જંગ છેડાયેલી છે. પુસ્તકમાં હિદુત્વની તુલના બોકો હરમ અને ISIS  સાથે કરતાં વિવાદ ચાલુ છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ અને સંઘ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં અત્યારે બે વિચારધારાઓ છે. એક આરએસએસની અને બીજી કોંગ્રેસની વિચારધારા. આરએસએસની નફરત ફેલાવવાની વિધારધારા જ્યારે કોંગ્રેસની વિચારધારા પ્રેમ કરવાની છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે આરએસએસના આઇકોન સાવરકર છે જ્યારે કોંગ્રેસના આઇકોન મહાત્મા ગાંધી છે. તેમણે હિંદુત્વ અને હિંદુઇઝ્મ બંને અલગ-અલગ ગણાવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીએ RSS પર નિશાન તાક્યું
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતમાં બે વિચારધારાઓ છે. એક કોંગ્રેસ અને એક આરએસએસની. આરએસએસની વિચારધારા નફરત ફેલાવવાની છે જ્યારે કોંગ્રેસની પ્રેમની વિચારધારા છે. તેમણે કહ્યું કે વિચારધારાની અનિવાર્ય ટ્રેનિંગ હોવી જોઇએ. અમે અમારી વિચારધારા દેશભરમાં ફેલાવીશું. આજે બે વિચારધારાઓ વચ્ચેની લડાઇ છે. આજના ભારતમાં ભાજપ અને આરએસએસએ નફરત ફેલાવી છે. 

હવે ટૂ વ્હીલર્સમાં પણ મળશે Airbag નું ફીચર, સેકન્ડોમાં થશે તમારી સુરક્ષા


કોંગ્રેસની વિચારધારા ભાઇચારાની: રાહુલ ગાંધી
કોંગ્રેસના ડિજિટલ કેમ્પેનના ઉદઘાટન કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું 'હિંદુસ્તાનમાં બે વિચારધારાઓ છે. એક કોંગ્રેસ પાર્ટીની અને એક આરએસએસની. આજના હિંદુસ્તાનમાં ભાજપ અને આરએસએસએ નફરત ફેલાવી છે અને કોંગ્રેસની વિચારધારા જોડવાની, ભાઇચારા અને પ્રેમની છે.  


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube