હવે ટૂ વ્હીલર્સમાં પણ મળશે Airbag નું ફીચર, સેકન્ડોમાં થશે તમારી સુરક્ષા

તમે રેસિંગ કારમાં ડ્રાઇવરના હેલમેટ લગાવેલ જરૂર જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ટૂ વ્હીલર્સમાં પણ એરબેગની સુવિધા હોય તો કેવું રહેશે. જોકે દર વર્ષે હજારો રોડ અકસ્માતમાં લાખો લોકો જીવ ગુમાવી દે છે, એવામાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં એરબેગનો કોન્સ્પેટ લાવવામાં આવ્યો જોકે કારો પર સફળ પ્રયત્ન રહ્યો. હવે આ એક્સીપેરીમેન્ટને ટૂ વ્હીલર્સ પર પણ પ્રયોગ કરવાની યોજના છે. 
હવે ટૂ વ્હીલર્સમાં પણ મળશે Airbag નું ફીચર, સેકન્ડોમાં થશે તમારી સુરક્ષા

નવી દિલ્હી: તમે રેસિંગ કારમાં ડ્રાઇવરના હેલમેટ લગાવેલ જરૂર જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ટૂ વ્હીલર્સમાં પણ એરબેગની સુવિધા હોય તો કેવું રહેશે. જોકે દર વર્ષે હજારો રોડ અકસ્માતમાં લાખો લોકો જીવ ગુમાવી દે છે, એવામાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં એરબેગનો કોન્સ્પેટ લાવવામાં આવ્યો જોકે કારો પર સફળ પ્રયત્ન રહ્યો. હવે આ એક્સીપેરીમેન્ટને ટૂ વ્હીલર્સ પર પણ પ્રયોગ કરવાની યોજના છે. 

પુરો થઇ ગયો છે ક્રેશ ટેસ્ટ
જોકે પિયાજિયો અને ઓટોલિવે દ્વિચક્રી વાહનોની એરબેગને લઇને હાથ મિલાવ્યો છે. બંને કંપનીઓએ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે હવે દ્વિચક્રી વાહનો માટે એરબેગ બનાવવા માટે મળીને કામ કરી રહી છે. હકિકતમાં ઓટોલિવે પહેલાં જ એડવાન્સ સિમુલેશન ટૂલના માધ્યમથી સુરક્ષા સુવિધાના એક પ્રારંભિક કોન્સેપ્ટને તૈયાર કર્યો છે. જેનો ક્રેશ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ પિયાજિયો ગ્રુપ સાથે, ઓટોલિવ આ ઉત્પાદનોને વધુ વિકસિત કરવાનો પ્રયાસ કરશે અને આશા છે કે ભવિષ્યમાં તેને બજારમાં રજૂ કરવામાં આવશે. 

પળવારમાં ખુલી જશે એરબેગ
રિપોર્ટનું માનીએ તો બંને કંપનીઓ મળીને આ ટેક્નોલોજી પર કામ કરી રહી છે. એરબેગને દ્વિચક્રી વાહનમાં ફ્રેમની ઉપર લગાવવામાં આવશે. એક્સિડેન્ટ થતાં આ એરબેગ પળવારમાં ભૂલી જશે અને તેને ચલાવનારને ખૂબ સુરક્ષા મળશે. 

2030​ સુધી પુરો થઇ જશે પ્રોજેક્ટ
ઓટોલિવના સીઇઓ અને અધ્યક્ષ મિકેલ બ્રેટએ કહ્યું 'ઓટોલિવ કંપની વધુ જીવ બચાવવા અને સમાજ માટે ગ્લોબલ લેબલ જીવન રક્ષન સમાધાન પુરૂ પાડવા માટે પ્રતિબદ્ધ છે. એટલા માટે અમે એવા ઉત્પાદન વિકસિત કરી રહ્યા છીએ જે વિશેષ રૂપથી નબળા રોડ ઉપયોગકર્તાઓની રક્ષા કરે છે. દ્વિચક્રી વાહનો માટે એરબેગ તૈયાર કરવા અમારા 2040 સુધી એક વર્ષમાં 100,000 લોકોનો જીવ બચાવવા માટે લક્ષ્યની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે આધુનિક સ્કૂટર અને બાઇક પહેલાં જ ABS જેવા ઘણા સુરક્ષા ફીચરથી સજ્જ છે. ત્યારબાદ હવે એરબેગ્સ જોડાતા રોડ પર સવારોની સુરક્ષા વધુ મજબૂત બનશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news