UP News: લોકસભા ચૂંટણી 2024ને લઈને તમામ પાર્ટીઓ તૈયારીમાં લાગી છે, આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ અજય રાયે કહ્યુ કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે. આ સાથે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડવાના છે. જ્યાંથી પ્રિયંકા ગાંધીની ચૂંટણી લડવાની ઈચ્છા હશે, તે ત્યાંથી લડશે. પ્રિયંકા જી ઈચ્છે તો વારાણસીથી ચૂંટણી લડી શકે છે. અમારા એક-એક કાર્યકર્તા તેમના માટે જીવ લગાવી દેશે. તો આ દરમિયાન અજય રાયે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર પણ હુમલો કર્યો છે, તેમણે કહ્યું કે તે 13 રૂપિયા કિલો ખાંડ અપાવી રહ્યાં હતા, હવે ક્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે અમેઠી કોંગ્રેસની સીટ રહી હતી પરંતુ વર્ષ 2019ની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસનો કિલ્લો ધ્વસ્ત કર્યો હતો. અમેઠી લોકસભા સીટ પર યોજાયેલી ચૂંટણીમાં રાહુલ ગાંધીનો સ્મૃતિ ઈરાની સામે પરાજય થયો હતો.  અમેઠી લોકસભા સીટ કોંગ્રેસની પરંપરાગત સીટ રહી છે. આ સીટ પરથી સંજય ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી, સોનિયા ગાંધી પણ લોકસભા ચૂંટણી જીતી ચુક્યા છે. આ સિવાય અમેઠી લોકસભા સીટથી રાહુલ ગાંધી ત્રણ વખત સાંસદ રહી ચુક્યા છે. 


Gold Price Today: સોના-ચાંદીની ચમક વધી, આજે ભાવમાં થયો વધારો, જાણો લેટેસ્ટ કિંમત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube