Congress Leader Rahul Gandhi foreign trip: કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીત્યા (Karnataka Assembly Elections) બાદથી કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ ગાંધી (Rahul Gandhi) 30 મેના રોજ અમેરિકા જવાના છે. રાહુલ ગાંધી 10 દિવસ અમેરિકામાં રહેશે. કોંગ્રેસ નેતાની આ મુલાકાત એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 22 જૂને અમેરિકા જવાના છે, પરંતુ તે પહેલા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) અમેરિકા જવાનો પ્લાન બનાવી લીધો છે. આ દરમિયાન પૂર્વ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેરમાં એક રેલી દ્વારા 5000 ભારતીયો સાથે જોડાશે અને તેમને સંબોધિત કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vastu tips: આવા ઘરમાં માતા લક્ષ્મી નથી કરતા પ્રવેશ, ઘરમાં હંમેશાં રહે છે ગરીબી
Surya Gochar 2023: સૂર્યએ કર્યું ગોચર, આ લોકોનું માન વધશે;નવી નોકરી સાથે મળશે તરક્કી

30 જૂન સુધી આ રાશિવાળા પર કહેર વર્તાવશે શનિ-મંગળ, તૂટશે મુશ્કેલીઓનો પહાડ!


પેનલ ચર્ચામાં સામેલ થશે
અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી (Rahul Gandhi) વોશિંગ્ટન અને કેલિફોર્નિયામાં પેનલ  (University of Cambridge) ચર્ચામાં પણ ભાગ લેશે. આ સિવાય તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં વક્તા તરીકે લોકોની વચ્ચે હાજર રહેશે. રાહુલ ગાંધીની (Rahul Gandhi) આ મુલાકાતના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે કારણ કે 22 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં વ્હાઇટ હાઉસના મહેમાન તરીકે હાજર રહેવાના છે. અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન અને તેમની પત્ની પીએમ મોદીનું સ્વાગત કરશે. વડાપ્રધાન મોદી વ્હાઇટ હાઉસમાં ડિનર લેશે. વિદેશ મંત્રાલયે ગયા અઠવાડિયે જ વડાપ્રધાનની મુલાકાતનું પ્રેસ સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું.


Astrology: આ 5 રાશિવાળા વાતોથી લોકોને બનાવી દે છે દિવાના, સરળતાથી જીતી લે છે વિશ્વાસ
સૌથી વધુ ભાગ્યશાળી હોય છે આ રાશિના લોકો, મેળવે છે ધન-સંપત્તિ, પ્રેમ, પદ પ્રતિષ્ઠા
48 કલાક બાદ આ લોકોને અચાનકથી મળશે અઢળક પૈસા, દરેક કાર્યમાં મળશે અપાર સફળતા!


લંડનની ટ્રીપમાં હોબાળો થયો હતો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અગાઉ લંડનની મુલાકાતે હતા જ્યાં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પીએમ મોદીની ટીકા કરતું ભાષણ આપ્યું હતું. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીના નિવેદન બદલ કોંગ્રેસના હરીફ પક્ષોએ આકરા પ્રહારો કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના ઘણા દિગ્ગજ નેતાઓએ કેમ્બ્રિજમાં આપેલા ભાષણ માટે રાહુલ ગાંધીની (Rahul Gandhi) ટીકા કરી હતી. એટલું જ નહીં, આના કારણે સંસદમાં પણ ભારે હોબાળો થયો હતો.


Tax Savings: લોન પર ઘર ખરીદશો તો ફાયદામાં રહેશો, આ રીતે બચાવી શકો છો ટેક્સ
કેટલો પગાર હોય તો કેટલા લાખનું ખરીદવું જોઈએ ઘર, આ છે કેલ્ક્યુલેશનના 4 માપદંડો
ઘરમાંથી બહાર નીકળે છે ત્યારે લોકો પિતા-પુત્રીના મારે છે ટોણાં; અનોખી છે લવ સ્ટોરી
અત્તરના નામે કેમિકલનો વેપલો, પરફ્યુમ અસલી છે કે નકલી કેવી આ રીતે જાણી લો!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube