ઝી બ્યુરો/અમદાવાદ: મોદીની અટકને લઈને રાહુલ ગાંધી સામે ચાલી રહેલા માનહાનિના કેસમાં સુરતની સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે રાહુલને દોષિત ઠેરવીને બે વર્ષની સજા ફટકારી છે. આ નિર્ણય બાદ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પર પણ સંકટ ઘેરું બન્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની સુરત સેશન્સ કોર્ટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીને ચાર વર્ષ જૂના નિવેદન પર દોષિત ઠેરવ્યા છે અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપી દીધા છે, પરંતુ બે વર્ષની સજાને કારણે તેમની લોકસભાની સદસ્યતા જોખમમાં મૂકાઈ છે. જો રાહુલ ગાંધીને ઉચ્ચ અદાલતમાંથી રાહત નહીં મળે તો તેમણે સભ્યપદ ગુમાવવું પડી શકે છે?


એક સમયે ઈન્દિરા ગાંધી પાસેથી પણ છીનવી લેવાઈ હતી સંસદની સદસ્યતા, જાણો રોચક ઈતિહાસ


વાસ્તવમાં, જનપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ, જો સાંસદો અને ધારાસભ્યોને કોઈ પણ સંજોગોમાં 2 વર્ષથી વધુની સજા થઈ હોય તો તેમનું સભ્યપદ (સંસદ અને વિધાનસભામાંથી) રદ કરવામાં આવશે. એટલું જ નહીં, સજાનો સમયગાળો પૂરો કર્યા બાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય ગણાય છે.


વોટ્સએપ પર 'Good Morning' મેસેજ મોકલો છો તો રહો સાવધાન? કાયમ માટે બંધ થશે એકાઉન્ટ


વર્ષ 2019 માં, રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે 'મોદી જ બધા ચોરોની અટક કેમ છે?' રાહુલના આ નિવેદનને લઈને બીજેપી ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. સુરતની સેશન્સ કોર્ટે ગુરુવારે રાહુલ ગાંધીને દોષિત ઠેરવીને બે વર્ષની સજા ફટકારી છે. રાહુલને કોર્ટમાંથી તરત જ 30 દિવસના જામીન પણ મળી ગયા.


અડધી બાંયનું શર્ટ પહેરીને બાઈક ચલાવશો તો શું કપાશે તમારું ચલણ? ખાસ જાણો આ નિયમ


શું રાહુલ ઉમેદવારી કરશે?
જો વહીવટીતંત્ર સુરતની સેશન્સ કોર્ટના નિર્ણયની નકલ લોકસભા સચિવાલયને મોકલશે તો લોકસભા અધ્યક્ષે તેનો સ્વીકાર કરતાં જ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા સમાપ્ત થઈ જશે. રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવવામાં આવી છે, ત્યારબાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. આ રીતે રાહુલ ગાંધી કુલ આઠ વર્ષ સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં.


બુધનું ગોચર આ રાશિના લોકોના જીવનમાં લાવશે ભૂકંપ, દરેક વસ્તુ માટે રહેવું પડશે નિર્ભર


રાહુલ પાસે શું વિકલ્પ છે?
રાહુલ ગાંધી માટે સદસ્યતા જાળવી રાખવાના તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા નથી. તેઓ તેમની રાહતને હાઈકોર્ટમાં પડકારી શકે છે, જ્યાં સુરત સેશન્સ કોર્ટના નિર્ણય પર સ્ટે આવે તો સભ્યપદ બચાવી શકાય છે. જો હાઈકોર્ટ સ્ટે નહીં આપે તો સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવવો પડશે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવે તો પણ તેમનું સભ્યપદ બચાવી શકાય છે.


સલમાન વિરુદ્ધ ખુલીને બોલી ઐશ્વર્યા કહ્યું, "તેનું મારી લાઈફમાં આવવું ખરાબ સપનું"