WhatsApp પર 'Good Morning' મેસેજ મોકલો છો તો રહો સાવધાન? કાયમ માટે બંધ થઈ જશે એકાઉન્ટ

જો એક સાથે  WhatsApp પર વધુ મેસેજ મોકલી રહ્યાં છો તો તમારું એકાઉન્ટ કાયમ માટે બંધ થઈ શકે છે. લોકોને ગુડ મોર્નિંગ મેસેજ મોકલતાં હોય તો સાચવજો નહીં તો તમે જ તમારું WhatsApp એકાઉન્ટ કાયમ માટે બંધ કરી શકો છો.

કરોડો ભારતીયો WhatsApp નો ઉપયોગ કરે છે. આ લોકપ્રિય મેસેજિંગ એપ પર ચેટિંગ માટે સૌથી સરળ છે, સાથે જ તમે તેના પર ઑડિયો કૉલ્સ અને વીડિયો કૉલ્સ પણ કરી શકો છો. તમને કદાચ ખબર નહીં હોય કે જો WhatsApp પર એકસાથે વધુ મેસેજ મોકલવામાં આવે તો તમારું WhatsApp એકાઉન્ટ હંમેશાં માટે બંધ થઈ શકે છે. લોકોને 'Good Morning' મેસેજ મોકલીને પણ તમારું WhatsApp એકાઉન્ટ કાયમ માટે બંધ કરી શકાય છે.

ખાતું કેમ બંધ થાય?

જો તમે એક જ મેસેજને વારંવાર ઘણા લોકોને ફોરવર્ડ કરો છો, તો તમારું એકાઉન્ટ પ્રતિબંધિત થઈ શકે છે. આવી સ્થિતિમાં કંપની મેસેજને સ્પામ માને છે. આ તમારા WhatsApp એકાઉન્ટને પ્રતિબંધિત પણ કરી શકે છે. આટલું જ નહીં બીજા ઘણા એવા મેસેજ છે જેને જો તમે વારંવાર મોકલશો તો તમારું WhatsApp એકાઉન્ટ બૅન થઈ જશે અને તમને ખબર પણ નહીં પડે.

WhatsApp પર પ્રતિબંધ 

વધુ કોન્ટેક્ટ શેર કરતા હો તો પણ WhatsApp એકાઉન્ટ બંધ કરી શકે છે. આ કિસ્સામાં પણ આ જ વાત લાગુ પડે છે કે જો તમે એક જ પ્રકારનું કામ વારંવાર કરો છો તો WhatsApp એકાઉન્ટ બેંક થઈ જશે તેથી તમારે આ બાબતો ટાળવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news