ચંદ્રપુર : લોકસભા ચૂંટણી 2019ની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત ચૂંટણીની રેલીઓ કરી રહ્યા છે. રાહુલ પોતાની રેલીઓમાં ભાજપ અને વડાપ્રધાનમોદી પર તીખા હુમલાઓ કરી રહ્યા છે. શુક્રવારે ચંદ્રપુરની રેલીમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર લાલકૃષ્ણ અડવાણીનું અપમાન કર્યાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ પોતાનાં ગુરૂ લાલકૃષ્ણ અડવાણીને જુતા મારીને સ્ટેજ પરથી ઉતારી દીધા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ED ચાર્જશીટ કોઇ ચૂંટણીનો મુદ્દો નહી, RG, AP અને FAM અંગે સ્પષ્ટતા કરે કોંગ્રેસ

રાહુલે કહ્યું કે, લાલકૃષ્ણ અડવાણી વડાપ્રધાન મોદીનાં ગુરૂ છે પરંતુ આ શિષ્ટ પોતાનાં ગુરૂની સામે હાથ જોડીને પણ નથી જતા. આ શિષ્ય પોતાનાં ગુરૂને સ્ટેજથી નીચે ઉતારી દે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, હિંદુ ધર્મમાં ગુરૂનું અનોખુ મહત્વ રહેલું છે. ગુરૂ શિષ્યનો સંબંધ ખુબ જ મહત્વપુર્ણ માનવામાં આવ્યું છે. ગુરૂનું મહત્વ અનોખું છે. તેના માટે અનેક શિષ્યો અનેક કુરબાનીઓ આપ્યાનાં દાખલા શાસ્ત્રોમાં જોવા મળે છે. 
30 એપ્રીલથી આ સ્માર્ટફોનમાં ફેસબુક, ઇંન્સ્ટા, વ્હોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા એપ થશે બંધ

કોંગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે, ગત્ત પાંચ વર્ષ દરમિયાન વડાપ્રધાન મોદીએ 15 લોકોને લાખો કરોડો રૂપિયા ચુકવ્યા છે. વડાપ્રધાન મોદીએ કહે છે કે તેઓ ચોકીદાર છે પરંતુ તેઓ માત્ર પૈસાદારોનાં ચોકીદાર છે. અને તેમણે માત્ર તેમની જ ચોકીદારી કરી છે.