30 એપ્રીલથી આ સ્માર્ટફોનમાં ફેસબુક, ઇંન્સ્ટા, વ્હોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા એપ થશે બંધ
Facebook, Messenger અને Instagram નો સપોર્ટ 30 એપ્રીલથી બંધ થશે જ્યારે whats app તો સપોર્ટ પહેલેથી જ બંધ કરી ચુક્યું છે
Trending Photos
નવી દિલ્હી : 30 એપ્રીલથી કેટલાક સ્માર્ટફોન્સમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જર બંધ થઇ જશે. માઇક્રોસોફ્ટે આ માહિતી કન્ફર્મ કરી છે કે Windows Phone માટે ફેસબુક સપોર્ટ બંધ કરવાની તૈયારીમાં છે. જો તમારી પાસે પણ Windows Phone ફોન છે તો તેમાં સોશિયલ મીડિયાનો સપોર્ટ નહી મળે. જો કે તેમ છતા પણ Windows Phone યુઝર્સ સોશિયલ મીડિયા એક્સેસ કરી શકશે પરંતુ તેના માટે તેમણે થર્ડ પાર્ટી એપ અથવા વેબની મદદ લેવી પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, Windows સ્માર્ટ ફોન બનવાનાં બંધ થઇ ગયા છે અને માઇક્રોસોફ્ટે ઘણા સમય પહેલા જ પોતાના સ્માર્ટફોન લોન્ચ કરવાનાં પણ બંધ કરી દીધા છે. એટલું જ નહી જુના Windows Phoneમાંવોટ્સએપનો સપોર્ટ પહેલા જ બંધ કરવામાં આવી ચુક્યો છે. જો કે હજી સુધી તે સ્પષ્ટ થઇ શક્યું નથી કે તમામ Windows Phoneમાં વોટ્સએપ બંધ કરી દેવામાં આવશે કે નહી. ઇનગેઝેટ અનુસાર હજી પણ માઇક્રોસોફ્ટ સ્ટોર પર ફેસબુક, મેસેન્જર અને ઇંસ્ટાગ્રામ ટોપ એપ છે, પરંતુ 30 એપ્રીલ બાદ કેટલા યુઝર્સ પ્રભાવિત થશે તેના યોગ્ય આંકડા નથી.
માઇક્રોસોફ્ટે પોતે જાહેરાત કરી ચુક્યું છે કે ડિસેમ્બર 2019 બાદ Windows Phone માટે સિક્યોરિટી અપડેટ્સ નહી આપવામાં આવે. એટલે કે આ વર્ષ બાદ Windows Phone યુઝ કરવો ખતરનાક સાબિત થઇ શકે છે. રેડિટ પર યુઝર્સે આ અંગેની પોસ્ટ પણ કરી છે. કેટલાક યુઝર્સે સ્ક્રીનશોટ્સ પણ શેર કર્યા છે. જેમાં ઇન્સ્ટાગ્રાનની એક નોટિફિકેશન છે. જેમાં લખ્યું છે કે, Windows Phone માટે ઇન્સ્ટાગ્રામ આવવાનું છે. 30 એપ્રીલથી Windows Phone માટે ઇન્સ્ટાગ્રામ ઉપલબ્ધ નહી હોય. પછી તમે વેબ બ્રાઉઝરની મદદથી ઇન્સ્ટાગ્રામ યુઝ કરી શકશો.
અત્રે ઉલ્લેખનીય છે કે, માઇખ્રોસોફ્ટે સ્વિકાર્યું કે Windows Phoneનો અંત 2017માં જ આવી ગયો હતો અને મોટા ડેવલપર્સ હવે પોતાનાં એપસપોર્ટ પણ બંધ કરી રહ્યા છે. હવે ફેસબુકનો નંબર છે. તેમણે પણ સપોર્ટ બંધ કરવાની જાહેરાત કર છે. આ ગેઝેટ્સ અનુસાર હજી પણ માઇક્રોસોફ્ટ સ્ટોર પર ફેસબુક મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ ટોપ એપ છે, પરંતુ 30 એપ્રીલ બાદ કેટલા યુઝર્સ પ્રભાવિત થાય તેનો યોગ્ય આકડો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે