નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)ને કારણે દેશભરમાં ચિંતાનો માહોલ છે. કોરોના વાઈરસના ઈન્ફેક્શનથી દેશની સ્થિતિ ગંભીર થઈ રહી છે. દેશમાં શનિવારે 44 નવા કેસ સામે આવ્યા છે. તેમાં સૌથી વધારે 13 નવા કેસ મહારાષ્ટ્રના નોંધાયા છે. હવે મહારાષ્ટ્રમાં કુલ 65 અને સમગ્ર દેશમાં 296 ઈન્ફેક્શનના કેસ છે. જોકે તેમાંથી 267 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને 23 લોકો સારવાર પછી ઠીક થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધી કુલ 4 લોકોના મોત થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં પણ શનિવારે સુધી કોરોનાના 14 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે. આ સંજોગોમાં કોરોના વાયરસને કાબૂમાં રાખવા માટે રેલવે મંત્રાલય તરફથી શનિવારે જાહેરાત કરવામાં આવી છે કે 13થી 16 માર્ચ દરમિયાન કોરોના વાયરસના પોઝિટિવ આવેલા 12 જેટલા લોકો રેલવે (Indian Railway)માં મુસાફરી કરી ચુક્યા છે. આથી રેલવે તરફથી લોકોને કોરોના વાયરસથી બચવા માટે ટ્રેનની મુસાફરી મુલતવી રાખવા માટેની સૂચના આપવામાં આવી છે.


જનતા કરફ્યુ પહેલાં PM મોદીની અપીલ, તમારો નાનો પ્રયાસ કરશે મોટું કામ


રેલવે તરફથી ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે, "રેલવેને માલુમ પડ્યું છે કે કોરોના વાયરસના પોઝિટિવ આવેલા કેટલાક લોકો ટ્રેનની મુસાફરી કરી ચુક્યા છે, જેના કારણે રેલવેની મુસાફરી કરવી વધારે જોખમી બની જાય છે. જો તમારો સાથી મુસાફર કોરોના પોઝિટિવ હોય તો તેનો ચેપ તમને પણ લાગી શકે છે. આથી રેલવેની મુસાફરી કરવાનું ટાળો. હાલ પુરતી તમામ મુસાફરી મુલતવી રાખો અને તમારી જાત અને તમારા પરિજનોને સુરક્ષિત રાખો."


રેલવે મંત્રાલયે અલગ અલગ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, "16 માર્ચના રોજ મુંબઈથી જબલપુર ગોડાન એક્સપ્રેસ (ટ્રેન નંબર 11055)ના કોચ બી-1માં મુસાફરી કરનારા ચાર મુસાફરોનો કોવિડ 19 ટેસ્ટ પરીક્ષણમાં પોઝિટિવ આવ્યો છે. આ લોકો ગત દિવસોમાં દુબઈ ફરીને આવ્યા હતા. તમામ સંબંધિત અધિકારીઓને કાર્યવાહી કરવા માટે સતર્ક કરી દેવામાં આવ્યા છે."


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube