નવી દિલ્હીઃ શનિવારે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (GoM)ન થયેલી બેઠકમાંથી પ્રાપ્ત થઈ રહેલી વિગતો પ્રમાણે લૉકડાઉનનો બીજો ફેઝ 3 મેએ સમાપ્ત થયા બાદ પણ રેલ અને હવાઈ સેવા શરૂ થવા જઈ રહી નથી. શનિવારે રક્ષા પ્રધાન રાજનાથ સિંહના નેતૃત્વમાં કોવિડ-19 માટે બનેલી GOMની પાંચમી બેઠકમાં આ વિષયો પર રિપોર્ટ તૈયાર કરીને વડાપ્રધાન મોદી પાસે મોકલવામાં આવ્યો છે. સૂત્રો પ્રમાણે તેમાં કહેવામાં આવ્યું છે કે રેલ અને હવાઈ સેવા 3 મે બાદ શરૂ થશે નહીં. ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં કહેવામાં આવ્યું છે કે આ વિશે સ્વાસ્થ્ય મંત્રાલયની સલાહ અને પીએમ મોદી દ્વારા સ્થિતિની સમીક્ષા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ પ્રમાણે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ આવી સ્થિતિમાં ટ્રેન શરૂ કરવાના પક્ષમાં નથી. મંત્રીઓનું માનવું છે કે રેલગાડીઓમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનો કડકથી અમલ સંભવ નથી. સૂત્રો પ્રમાણે એર ઈન્ડિયા અને પ્રાઇવેટ એરલાઇન્સને પણ ત્રણ મે બાદ બુકિંગ ન કરવાનું કહેવામાં આવ્યું છે. 


મહત્વનું છે કે શનિવારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ પણ કહ્યું હતું કે, હજુ ખાનગી વિમાન કંપનીઓ હવાઈ યાત્રાની ટિકિટ ન બુકિંગ કરે. મહત્વનું છે કે કેટલિક કંપનીઓએ 4 મેથી આગળની ફ્લાઇટમાટે બુકિંગ શરૂ કરી દીધું હતું. 


કોરોના વાયરસે લીધો 45 દિવસના બાળકનો જીવ, ભારતનો સૌથી નાનો દર્દી


ત્યારબાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તે વાત સ્પષ્ટ કરી દીધી હતી કે હજુ સુધી ઘરેલૂ કે આંતરરાષ્ટ્રીય વિમાન પરિચાલન ખોલવા પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. એટલે કે ભારતમાં હાલ વિમાન સેવા શરૂ થવાની નથી. 


હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય સ્પષ્ટ કરે છે કે હજુ સુધી ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ પરિચાલન ખોલવા માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...