નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધાર કરવાની જરૂર છે. 2018થી 2030 વચ્ચે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે 50 લાખ કરોડ રૂપિયાની જરૂરત પડશે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલના આધારે રોકાણ કરવામાં આવશે. વિકાસના કામોમાં ઝડપ લાવવા માટે સરકાર પીપીપી મોડલ પર ભાર મુકી રહી છે. આ ઉપરાંત રેલવેમાં આદર્શ મુસાફરી ભાડા યોજના અમલમાં મુકવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, 300 કિલોમીટર મેટ્રો રેલ પરિયોજનાને મંજૂરી આપવામાં આવી છે. 


બજેટ 2019: ફાયદાકારક કે બોજરૂપ? જાણો સમગ્ર અહેવાલ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજેટ 2019-20 રજૂ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ગજબ આત્મવિશ્વાસ દર્શાવ્યો છે. દેશની જનતાએ દેશના સૌથી મોટા લોકતંત્રનો ઉત્સવ મનાવ્યો હોવાનું ગણાવતાં મોદી સરકારની બમ્પર જીત પર જનતાનો આભાર માન્યો હતો. બજેટ રજૂ કરતાં તેમણે કહ્યું કહ્યું કે, મોદી સરકારે પાંચ વર્ષમાં દેશમાં વિકાસના અનેક રસ્તા ખોલ્યા છે. અનેક ક્ષેત્રે સિધ્ધિઓ મેળવી છે. દેશનો આર્થિક વિકાસ દર મજબૂત થઇ રહ્યો છે. દેશ આજે ન્યૂ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે. સ્વદેશી મંત્ર સાથે સરકાર આગળ વધી રહી છે અને માળખાકીય સુવિધાઓ પર ભાર મુકવામાં આવ્યો છે. દેશ આજે ગગનયાન, ચંદ્રયાન અને સેટેલાઇટ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે.