Railway BUDGET 2019 : મુસાફર-માલ ભાડામાં કોઈ વધારો નહીં, રૂ.1.58 લાખ કરોડની ફાળવણી
રેલવે બજેટમાં નવી લાઈનોના નિર્માણ માટે રૂ.7,255 કરોડની ફાળવણી કરવામાં આવી છે, સાથે જ સ્વદેશમાં નિર્મિત સેમી હાઈસ્પીડ `વંદે ભારત એક્સપ્રેસ`ની જાહેરાત
નવી દિલ્હીઃ નાણામંત્રી પીયુષ ગોયલે શુક્રવારે મોદી સરકારનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં રેલવેના મુસાફર અને માલ ભાડામાં કોઈ પણ પ્રકારનો વધારો કરાયો નથી. આ સાથે જબજેટમાં રેલવે માટે રૂ.1.58 લાખ કરોડની રકમ ફાળવવામાં આવી છે. જે રેલવે માટેની અત્યાર સુધીની સૌથી મોટી વાર્ષિક મૂડીગત ખર્ચ યોજના છે.
આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. આ વાતને ધ્યાનમાં રાખીને મુસાફર-માલ ભાડામાં કોઈ વધારો થવાની અપેક્ષા ન હતી. નાણા મંત્રી અરુણ જેટલીએ તેમના ગયા વર્ષના બજેટમાં રેલવે માટે રૂ.1.48 લાખ કરોડ ફાળવ્યા હતા. અત્યારે રેલવે મંત્રાલયનો કાર્યભાર સંભાળી રહેલા પીયુષ ગોયલે જણાવ્યું કે, ભારતીય રેલવે માટે વર્ષ 2018-19 અત્યાર સુધીનું સૌથી સુરક્ષિત વર્ષ રહ્યું છે અને મોટી લાઈનોવાળા નેટવર્ક પર તમામ માનવરહિત રેલવે ક્રોસિંગને સમાપ્ત કરી દેવાયા છે.
બજેટ 2019: 5 લાખથી ઓછી અને વધુ કમાણી કરતા લોકો આવી રીતે સમજો સમગ્ર ગણિત
પીયુષ ગોયલની મુખ્ય જાહેરાતો
રેલવે માટે રૂ.1.58 લાખ કરોડના મૂડીગત ખર્ચનો કાર્યક્રમ
2018-19 રેલવે માટે સૌથી સલામત વર્ષ રહ્યું
સ્વદેશમાં નિર્મિત સેમી હાઈસ્પીડ 'વંદે ભારત એક્સપ્રેસ' દોડાવાની જાહેરાત
મેક ઈન ઈન્ડિયા અંતર્ગત રેલવેને પ્રોત્સાહન મળશે અને રોજગારોનું પણ સર્જન થશે
નવી લાઈનોના નિર્માણ માટે રૂ.7,255 કરોડની ફાળવણી
નેરો ગેજમાંથી બ્રોડગેજ લાઈન પરિવર્તન માટે રૂ.2200 કરોડની ફાળવણી
બેવડી લાઈન બનાવવા માટે રૂ.700 કરોડ
રોલિગં સ્ટોક માટે રૂ.6114.82 કરોડ
સિગ્નલ અને સંદેશાવ્યવહાર માટે રૂ.1,750 કરોડ
મુસાફરોની સુવિધાઓના વિકાસ માટે રૂ.3,422 કરોડ
બજેટ 2019: જાણો પીયુષ ગોયલે બજેટ સ્પીચમાં કયા શબ્દનો કેટલી વખત ઉપયોગ કર્યો
પીયુષ ગોયલે જણાવ્યું કે, વર્તમાન નાણાકીય વર્ષ માટે સંચાલન ખર્ચ સુધરીને 96.2 ટકા થઈ ગયો છે અને તેને આગામી નાણાકીય વર્ષમાં 95 ટકા કરવાનું લક્ષ્ય છે. નાણામંત્રીએ જણાવ્યું કે, રેલવેનો નિયોજિત ખર્ચ વર્ષ 2013-14ના સ્તરથી 148 ટકા વધી ગયો છે. મુસાફરોની સુવિધાઓના વિકાસ માટે રૂ.3,422 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે રેલવે ગ્રાહકોની સુવિધા માટે અંદાજે રૂ.1000 કરોડનો વધારાનો ખર્ચ છે.