બજેટ 2019: જાણો પીયુષ ગોયલે બજેટ સ્પીચમાં કયા શબ્દનો કેટલી વખત ઉપયોગ કર્યો
શુક્રવારે 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાના નાણામંત્રી પીયુષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું છે, તેમણે પોતાના ભાષણમાં સૌથી વધુ ઉપયોગ કરેલા ટોપ-10 શબ્દોઃ કરોડ(80 વખત), વીલ (76 વખત), ગવર્નમેન્ટ (60 વખત), ઈન્ડિયા (51 વખત), ટેક્સ (45 વખત), યર્સ (36 વખત), લાખ (32 વખત), યર (29 લાખ), ઓલ્સો (28 વખત), ઈન્ક્રીઝ્ડ (23)
Trending Photos
નવી દિલ્હીઃ શુક્રવારે 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાના નાણામંત્રી પીયુષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું છે, તેમણે પોતાના ભાષણમાં 'કરોડ', 'ગવર્નમેન્ટ', 'ઈન્ડિયા' અને 'ટેક્સ' જેવા શબ્દોનો વારંવાર પ્રયોગ કર્યો હતો. હવે આવી રહેલી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બનાવાયેલા આ બજેટમાં ખેડૂતો અને નોકરિયાત વર્ગ માટે મોદી સરકાર દ્વારા મોટી-મોટી જાહેરાતો કરવામાં આવી છે.
પીયુષ ગોયલે તેમની બજેટ ભાષણમાં સૌથી વધુ પ્રયોગ કરેલા ટોપ-10 શબ્દોઃ કરોડ(80 વખત), વીલ (76 વખત), ગવર્નમેન્ટ (60 વખત), ઈન્ડિયા (51 વખત), ટેક્સ (45 વખત), યર્સ (36 વખત), લાખ (32 વખત), યર (29 લાખ), ઓલ્સો (28 વખત), ઈન્ક્રીઝ્ડ (23).
પીયુષ ગોયલે એક નવી યોજના 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધી'ની જાહેરાત કરી હતી, જેમાં 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતના બેન્ક ખાતામાં ત્રણ એક સમાન હપ્તામાં રૂ.6000ની રકમ જમા કરવામાં આવશે. પીયુષ ગોયલે જણાવ્યું કે, આ યોજનાથી સરકારની તિજોરી ઉપર લગભગ રૂ.75,000 કરોડનો વાર્ષિક બોજો આવશે, પરંતુ તેનાથી કૃષિ ક્ષેત્રને જે મુશ્કેલી પડી રહી છે તેમાં મોટી રાહત મળશે. તેનાથી દેશના 12 કરોડ ખેડૂતોને ફાયદો થશે.
Piyush Goyal: We are poised to become a 5 trillion dollar economy in the next 5 years and we aspire to become a 10 trillion dollar economy in the next 8 years #Budget2019 pic.twitter.com/do4xRpyg5g
— ANI (@ANI) February 1, 2019
આ સાથે જ મધ્યમ વર્ગને મોટી રાહત આપતા પીયુષ ગોયલે આવકવેરામાંથી રાહતની મર્યાદા રૂ.5 લાખ કરવાની જાહેરાત કરી હતી અને સાથે જ સ્ટાન્ડર્ડ ડિડક્શન જે વર્તમાનમાં રૂ.40,000 છે તેને વધારીને રૂ.50,000 સુધી કરવામાં આવ્યું છે. પીયુષ ગોયલે જણાવ્યું કે, આ જાહેરાતથી મધ્યમ વર્ગના 3 કરોડ કરદાતાઓને ફાયદો થશે.
આ સાથે જ પીયુષ ગોયલે જણાવ્યું કે, જો વ્યક્તિગત કરદાતા આયોજનબદ્ધ રીતે રોકાણ કરે છે તો તેને રૂ.6,50 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવાનો નહીં રહે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે