નવી દિલ્હીઃ દેશની સૌથી ઝડપથી દોડનારી ટ્રેન 'વંદે ભારત એક્સપ્રેસ'નું ભાડું ઘટાડવામાં આવ્યું છે. 15 ફેબ્રુઆરીના રોજ મોદી આ ટ્રેનને લીલી ઝંડી બતાવાના છે. સોમવારે T-18 ટ્રેનના ભાડા અંગે રેલવે દ્વારા જાહેરાત કરાઈ હતી, જે શતાબ્દી એક્સપ્રેસ કરતાં 1.5 ગણું વધારે હતું. વધારે ભાડા અંગે ટીકા થયા બાદ તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીથી વારાણસી વચ્ચે દોડનારી દેશની સૌથી ઝડપી ટ્રેન T-18 કે જેને હવે નવું નામ 'વંદે ભારત એક્સપ્રેસ' આપવામાં આવ્યું છે તેનું ભાડૂં રૂ.1,850થી ઘટાડીને રૂ.1,760 કરવામાં આવ્યું છે. આ સાથે જ એક્ઝીક્યુટીવ કાર માટેનું ભાડું પણ રૂ.3,520થી ઘટાડીને રૂ.3,310 કરાયું છે. ભારતીય રેલવે દ્વારા આ સુધારો કરાયો છે. 


ચોકીદાર ધમકીઓથી ડરવાનો પણ નથી કે ઝુકવાનો પણ નથીઃ મોદીના કોંગ્રેસ પર પ્રહાર


નવી દિલ્હથી વારાણસી સુધીની મુસાફરી માટે એક્ઝીક્યુટીવ ક્લાસના પ્રવાસીને રૂ.399માં મોર્નિંગ ટી, બ્રેકફાસ્ટ અને લંચ આપવામાં આવશે. જ્યારે ચેર કારમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીને રૂ.344માં ચા, બ્રેકફાસ્ટ અને લંચ આપવામાં આવશે. નવી દિલ્હીથી કાનપુર અને પ્રયાગરાજની મુસાફરી કરનારા પ્રવાસીએ જમવા માટેનો ચાર્જ એક્ઝીક્યુટીવ ક્લાસ અને ચેર કાર માટે અનુક્રમે રૂ.155 અને રૂ.122 ચૂકવવાના રહેશે. વારાણસીથી નવી દિલ્હીની મુસાફરી કરતા પ્રવાસીએ એક્ઝીક્યુટીવ ક્લાસ માટે રૂ.349 અને ચેર કારના પ્રવાસીએ રૂ.288 જમવા માટે ચૂકવવાના રહેશે. 


ભારતે 72,000 'Sig Sauer Assault' રાઈફલ ખરીદવા માટે યુએસ સાથે કર્યો કરાર


વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં પ્રથમ કોચમાં ડ્રાઈવિંગ સિસ્ટમ લગાવાઈ છે અને તેમાં 44 સીટ છે. ટ્રેનમાં વચ્ચે બે એક્ઝીક્યુટીવ કોચ રહેશે, જેમાં 52 સીટ હશે. આ ઉપરાંત અન્ય કોચમાં 78 મુસાફરોના બેસવાની વ્યવસ્થા છે. 


દોહિત્રએ કર્યુ એવું કામ કે, નાનાએ ભેટમાં આપેલી કરોડોની સંપત્તિ પાછી લીધી


ટ્રેનમાં ચેન હવે જૂની વાત બની જશે. આ નવી ટ્રેનમાં બે ઈમરજન્સી સ્વીચ લગાવાઈ છે. કટોકટીની સ્થિતીમાં તેને દબાવીને મદદ લઈ શકાય છે. ટ્રેનમાં મુસાફરોની તમામ નાની-મોટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સુવિધાઓ આપવામાં આવી છે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...