દોહિત્રએ કર્યુ એવું કામ કે, નાનાએ ભેટમાં આપેલી કરોડોની સંપત્તિ પાછી લીધી

દરેક વ્યક્તિને પોતાની વૃદ્ધાવસ્થામાં આર્થિક જરૂરિયાતની સાથે સાથે શારીરિક મદદ, માનસિક હૂંફ અને કાળજીની પણ જરૂરીયાત હોય છે. અને તેથી જ તે કોઈ એવા પરિવારના જ વ્યક્તિની શોધમાં પણ હોય છે. સુરતમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાના દત્તક લીધેલા દોહિત્રને કરી આપેલા બક્ષિસ દસ્તાવેજને રદ્દ કરવા વૃદ્ધ નાનાએ કરેલી અરજી સિટી પ્રાંત અધિકારીએ માન્ય રાખી હતી. બક્ષિસ દસ્તાવેજ રદ્દ કરવાનો હુકમ કર્યો છે. સામાન્ય સંજોગોમાં આવા કિસ્સા બનતા નથી. એટલે કે, આ કિસ્સો રેઅર કહી શકાય. મહત્વનું છે કે તેવા આ કિસ્સામાં દત્તક પુત્ર દ્વારા સાર સંભાળ ન રખાતી હોવાની વાતને કેન્દ્રમાં રાખી બક્ષિસ દસ્તાવેજ રદ્દ કરાયો છે.  

Updated By: Feb 12, 2019, 05:11 PM IST
દોહિત્રએ કર્યુ એવું કામ કે, નાનાએ ભેટમાં આપેલી કરોડોની સંપત્તિ પાછી લીધી

તેજશ મોદી/સુરત: દરેક વ્યક્તિને પોતાની વૃદ્ધાવસ્થામાં આર્થિક જરૂરિયાતની સાથે સાથે શારીરિક મદદ, માનસિક હૂંફ અને કાળજીની પણ જરૂરીયાત હોય છે. અને તેથી જ તે કોઈ એવા પરિવારના જ વ્યક્તિની શોધમાં પણ હોય છે. સુરતમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાના દત્તક લીધેલા દોહિત્રને કરી આપેલા બક્ષિસ દસ્તાવેજને રદ્દ કરવા વૃદ્ધ નાનાએ કરેલી અરજી સિટી પ્રાંત અધિકારીએ માન્ય રાખી હતી. બક્ષિસ દસ્તાવેજ રદ્દ કરવાનો હુકમ કર્યો છે. સામાન્ય સંજોગોમાં આવા કિસ્સા બનતા નથી. એટલે કે, આ કિસ્સો રેઅર કહી શકાય. મહત્વનું છે કે તેવા આ કિસ્સામાં દત્તક પુત્ર દ્વારા સાર સંભાળ ન રખાતી હોવાની વાતને કેન્દ્રમાં રાખી બક્ષિસ દસ્તાવેજ રદ્દ કરાયો છે.

સુરતનાં સોમા કાકાની વાડીવિસ્તારમાં રેહતા 90 વર્ષથી વધુની ઉંમરનાં જયંતીભાઈ ડાહ્યાભાઇ ભગતે ગત તા. 5-9-2018ના રોજ સુરતની મેઇન્ટેનન્સ ટ્રીબ્યૂનલ અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સિટી પ્રાંતની કોર્ટમાં એક અરજી કરી હતી. જેમાં તેમને મેઇન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ 2007 હેઠળ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે તેમણે તેમના દોહિત્ર અજય જગદીશચંદ્ર ડંડાવાલાને પોતાની સાર સંભાળ રાખવા માટે દત્તક લીધો હતો. વર્ષ 2011માં જયંતીભાઇએ અઢીથી ત્રણ કરોડની કિંમતની 166 ચોરસ મીટરની મિલકત બક્ષિસ દસ્તાવેજથી આપી દીધી હતી. 

આ બક્ષિસ દસ્તાવેજ કરી આપ્યા પછી અજય અને તેની માત જયંતીભાઈની સાર સંભાળ રાખવામાં બેદરકારી રાખતો હતો. સતત પોતાની અવગણના અને ધ્યાન નહીં રાખવાની બાબત સામે આવતા જયંતીભાઈ પોતાના પુત્ર સાથે રહેવા જતા રહ્યા હતા. તેમને સાર સંભાળ ન રાખનારા અજયને પોતે કરી આપેલો બક્ષિસ દસ્તાવેજ રદ્દ કરવા કરેલી અરજી કરી હતી. જેમાં બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા પછી કોન્સિલિએશન અધિકારીએ તા. 23-10-2018ના રોજ પોતાનો અહેવાલ આપ્યો હતો.

લગ્નમાં ફાયરિંગ કરનાર વરરાજા ભાજપી નેતા અને સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખનો પુત્ર નીકળ્યો

જેમાં સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યાની અને મિલકત પરત મેળવવા સિવાય વિકલ્પ ન હોવાની નોંધ હતી. આ અહેવાલને કેન્દ્રમાં રાખી સિટી પ્રાંત અધિકારી પી.આર. જાનીએ બક્ષિસ દસ્તાવેજ રદ્દ કરવાનો હુકમ કર્યો છે. પરિણામે હવે આ મિલકતનો દસ્તાવેજ પુન: જયંતીભાઇના નામે થઈ જશે. મહત્વનું છે કે ધી મેઇન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ 2007ની કલમ 23 અન્વયે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા. 21-3-2017ના પરિપત્રથી મળેલી સત્તાની રૂએ આ બક્ષિસ દસ્તાવેજ રદ્દ કરવાનો હુકમ કર્યો છે.

ગુજરાતનું ગૌરવ વધ્યું, 3 હિંસક પ્રાણીઓ ધરાવતું પહેલુ રાજ્ય બન્યું

જયંતીભાઈને સાંભળવામાં તકલીફ છે, તેમને ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેં અજય અને તેની માતા એટલે કે મારી દીકરીનું ધ્યાન રાખ્યું હતું, તેમને તમામ મદદ કરી હતી, મારી આશા અને અપેક્ષા એટલી જ હતી કે મારી વૃદ્ધાવસ્થામાં મારી ધ્યાન રાખવામાં આવે, તેથી જ મેં અજયને દત્તક લઇ બક્ષિશ દસ્તાવેજ કરી આપ્યો હતો. અજય ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યા બાદ બેકાર હતો. પરતું તેને મેં આગળ ભણાવ્યો, બેન્કમાં પટાવાળા તરીકે નોકરી કરતો હતો. ત્યારે પણ મદદ કરી પરીક્ષાઓ અપાવી આસિસ્ટન્ટ મેનેજર સુધી પહોંચવામાં મદદ કરી હતી.

પોરબંદરમાં રસ્તા પર દોડ્યો સિંહ, 2 લોકો પર કર્યો હુમલો

પરતું મિલકત મળી ગયા બાદ સતત મારું ધ્યાન રાખવાનું બંધ કરી દીધું હતું. હું આ ઉંમરે મારા દીકરા-દીકરી પાસે કે મારા પૌત્ર કે દોહિત્ર પાસે અપેક્ષા રાખી શકું છું. પરતું દીકરી અને દોહિત્રનું જે પ્રકારનું વર્તન હતું તેનો જોતા મને લાગ્યું કે મારાથી ભૂલ થઇ ગઈ છે, અને તેથી જ મેં આપેલી બક્ષિશ મિલકત પાછી લેવાનું નક્કી કર્યું હતું. મને આનંદ છે કે તંત્રે મારી અરજી ગ્રાહ્ય રહી છે.