ઇંદોર : રેલવેને યાત્રીઓની મુસાફરીમાંથી તો કમાણી થઇ જ રહી છે પરંતુ જે ટિકિટ રદ્દ થાય છે તેમાંથી પણ મોટી કમાણી થઇ રહી છે. માહિતીના અધિકાર (RTI) દ્વારા આ માહિતી સામે આવી હતી. વર્ષ 2018-19 માં ટિકિટ રદ્દ કરવાનાં બદલે યાત્રીઓ પાસેથી વસુલવામાં આવેલા એક પ્રભારથી રેલવેનાં ખજાનામાં આશરે 1536.85 કરોડ રૂપિયા જમા થયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપનાં નેતાએ આઝમને ફાંસીએ લટકાવી દેવાની કરી માંગ, કારણ છે ચોંકાવનારુ
આરટીઆઇ દ્વારા મળી માહિતી
મધ્યપ્રદેશના નિમચ નિવાસી આરટીઆઇ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે શુક્રવારે માહિતી આપી કે તેમને રેલ મંત્રાલયના રેલવે માહિતી કેન્દ્ર (CRIS) થી અલગ અલગ અરજીઓ પર આ માહિતી મળી છે. આટીઆઇ અરજીમાં પુછવામાં આવેલા સવાલનાં જવાબ અનુસાર રેલવેએ બુક થયેલી ટિકિટોને રદ્દ કરવા બદલ વસુલાતા કેન્સલેશન ચાર્જમાંથી 1518.62 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 


ભારત ફોરવર્ડ બેઝ પરથી હટાવે ફાઇટર પ્લેન, પછી અમે એરસ્પેસ ખોલીશું: પાકિસ્તાન
ચારા કૌભાંડ: લાલુ યાદવને જામીન મળ્યાં, છતાં રહેવું પડશે તો જેલમાં જ, જાણો કારણ 
અનરિઝર્વડ ટિકિટિંગ સિસ્ટમ (UTS) હેઠળ બુક યાત્રી ટિકિટોને રદ્દ કરવામાં આવવાથી રેલવેએ 18.23 કરોડ રૂપિયાની કમાણી કરી. ગોડે પોતાની આટીઆઇ અરજીમાં રેલવેને તેમ પણ જણાવવા કહ્યું કે, શું ટિકિટ રદ્દ કરવાનાં બદલે યાત્રીઓ પાસેથી વસુલવામાં આવતું ભાડાને ઘટાડવાના પ્રસ્તાવ અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે ? આરટીઆઇ કાર્યકર્તાએ કહ્યું કે, આ સવાલનાં જવાબની મને હજી સુધી રાહ છે. રેલ ટિકિટ રદ્દ કરવાનાં બદલે યાત્રીઓ પાસેથી વસુલવામાં આવતા શુલ્કને વ્યાપક જનહિતમાં ઝડપથી ઘટાડો કરવામાં આવવો જોઇએ.