ભાજપનાં નેતાએ આઝમને ફાંસીએ લટકાવી દેવાની કરી માંગ, કારણ છે ચોંકાવનારુ

ભાજપ લઘુમતી મોર્ચાના પ્રદેશ ઉપાધ્યક્ષ આફતાબ અડવાણીનું કહેવું છે કે દેશમાં જ્યારે પણ કોઇ ગંભીર સમસ્યા અંગે ચર્ચા થાય છે તો વિવાદનું કારણ આઝમ ખાન અને અસદુદ્દીન ઓવૈસી જ બને છે

ભાજપનાં નેતાએ આઝમને ફાંસીએ લટકાવી દેવાની કરી માંગ, કારણ છે ચોંકાવનારુ

અમરોહા : ઉત્તરપ્રદેશના અમારોહનાં રહેનારા ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોર્ચાના પ્રદેશ ઉપાધ્યક્ષ આફતાબ અડવાણીએ સમાજવાદી પાર્ટીનાં નેતા આઝમ ખાન પર નિશાન સાધ્યુ. તેમણે વિવાદિત ટીપ્પણી કરતા કહ્યું કે, આઝમ ખાનને ફાંસીએ લટકાવી દેવા જોઇએ. ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોર્ચાના પ્રદેશ ઉપાધ્યક્ષ આફતાબ અડવાણીનું કહેવું છે કે દેશમાં જ્યારે પણ કોઇ ગંભીર સમસ્યા પર ચર્ચા થાય છે તો વિવાદનું કારણ બને છે. આઝમ ખાન અને અસદુદ્દીન ઓવૈસી. આફતાબ અડવાણીએ કહ્યું કે, આઝમ ખાનનું કહેવું છે કે દેશમાં જેનાં 3 બાળકો છે, તેને ફાંસીએ લટકાવી દેવા જોઇએ. 

છેડતી કરતા યુવકને બરાબર પાઠ ભણાવ્યો યુવતીએ, મારી મારીને લોહીલુહાણ કર્યો, જુઓ VIDEO
જો કે આ નિવેદન પર નિશાન સાધતા આફતાબ અડવાણીએ કહ્યું કે, હું કહુ છું કે આઝમ ખાનને ફાંસીએ લટકાવી દેવા જોઇએ. કારણ કે આઝમ ખાન સારી વ્યક્તિ નથી. કારણ કે તેના કારણે દેશમાં હંમેશાવિવાદ ચાલ્યા કરે છે. તેમણે કહ્યું કે, જો આઝમ ખાનને ફાંસી આપી દેવામાં આવે તો તમામ વિવાદ ખતમ થઇ જશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, આઝમ ખાન પોતાનાં વિવાદિત નિવેદનોનાં કારણે ચર્ચામાં રહે છે. જયાપ્રદાથી માંડીને વડાપ્રધાન મોદી સહિત અનેક રાજકીય હસ્તીઓ વિરુદ્ધ તે મનફાવે તેવા નિવેદનો આપતા રહે છે. આ ઉપરાંત લઘુમતીઓનો પક્ષ લઇને તેઓ ભડકાઉ નિવેદન પણ આપતા રહે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news