Railways: ભારતમાં આ લોકોને કેમ નથી આપવું પડતું રેલવેનું ભાડું? જાણો કોને-કોને અપાઈ છે છૂટ
Railway Fare: દિવ્યાંગ, દર્દીઓ, ખેડૂત, ડૉક્ટર, શહીદ જવાનની પત્ની, સરકારે એવોર્ડથી સન્માનિત કરનાર વ્યક્તિઓને રેલવાના ભાડમાં છૂટ આપવામાં આવે છે. કોરોના પહેલાં સિનિયર સિટીઝન્સને પણ ભાડામાં છૂટ મળતી હતી. પરંતુ હાલ તે બંધ કરાઈ છે.
Railway Fare: ભારતમાં રેલવે સુવિધા ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે લાઈફ લાઈન સમાન છે. દરરોજ હજારો લોકો રેલવેમાં યાત્રા કરી પોતાના લક્ષ્ય સુધી પહોંચતા હોય છે. કોઈ ઓફિસે જવા, કોઈ પરીક્ષા આપવા, તો કોઈ ઈન્ટરવ્યૂ અને કોઈ પોતાના ઘરે જવા ટ્રેનનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં પણ લાંબા અંતરની મુસાફરી માટે તો લોકો મહિના પહેલાં જ બુકિંગ કરાવી લેતા હોય છે. પરંતુ તમને એ ખબર નહીં હોય કે રેલવે કેટલાક લોકોને ભાડામાં ખાસ છૂટ આપે છે. તો આવો જાણીએ કે રેલવેના ભાડમાં કોને અને કેટલી છૂટ મળી શકે છે.
કોને મળે છે ભાડામાં છૂટ?
વિદ્યાર્થીઓ, દિવ્યાંગ, દર્દીઓ, ખેડૂત, મેડિકલ પ્રેક્ટિશનર્સ, શહીદની પત્ની, સરકાર દ્વારા પુરસ્કૃત લોકોને રેલવેના ભાડામાં છૂટ આપવામાં આવે છે. જો કે કોવિડ-19 પહેલા સિનિયર સિટીઝનને મળતી ભાડાની છૂટ હાલ ફરી શરૂ થઈ શકી નથી. જો કે સરકારે ટૂંક સમયમાં ફરી આ છૂટનો અમલ કરવાનું આશ્વાસન આપ્યું છે. વિદ્યાર્થીઓને સ્લીપર અને 2S વર્ગના ભાડામાં છૂટ મળે છે. આ ડિસ્કાઉન્ટ ઈ-ટિકિટ પર ઉપલબ્ધ નથી. વિદ્યાર્થીઓને ભાડામાં જે ડિસ્કાઉન્ટ મળે છે તે IRCTC બીજા દિવસે તેમના ખાતમાં રૂપિયા જમા કરાવે છે.
કોને કેટલી છૂટ મળે છે?
સંશોધન માટે યાત્રા કરના 35 વર્ષની ઉંમર સુધીના વ્યક્તિને સેકન્ડ અને સ્લીપર ક્લાસમાં 50 ટકા ભાડામાં છૂટ આપવામાં આવે છે. સાથે જ વિદેશથી અભ્યાસ કરવા ભારતમાં આવેલા વિદ્યાર્થી સરકારી કાર્યક્રમ કે ઐતિહાસિક સ્થળે જવા યાત્રા કરે છે તો તેને સેકન્ડ અને સ્લીર ક્લાસમાં 50 ટકાની છૂટ મળે છે. જ્યારે UPSC અને સ્ટાફ સિલેક્શન કમીશનની મેન્સ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને સેકન્ડ ક્લાસમાં 50 ટકાની ભાડામાં છૂટ મળે છે. સામાન્ય કેટેગરીના વિદ્યાર્થીઓને શિક્ષણ કે ઘરે જવા માટે સ્લીપર અને સેકન્ડ ક્લાસમાં 50 ટકા અને QST તેમજ MSTમાં 50 ટકા છૂટ આપવામાં આવે છે.
કોનો મળે છે 75 ટકાની છૂટ-
સરકારી વિદ્યાર્થીઓ અને ગ્રામ્ય વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટેના પ્રવાસ અંગે વર્ષમાં એક વખત સેકન્ડ ક્લાસમાં 75 ટકાની છૂટ આપવામાં આવે છે. આ સિવાય એન્જિનિયરિંગ, મેડિકલની રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા માટે માટે પણ 75 ટકાની ભાડામાં છૂટ મળે છે. તો SC અને ST કેટેગરી માટે સેકન્ડ ક્લાસ અને SL ક્લાસમાં 75 ટકા છૂટ મળે છે. સાથે જ QST અને MSTમાં પણ 75 ટાકની છૂટ આપવામાં આવે છે.