સામાન્ય જનતાને વધુ એક ઝટકો, રેલવેએ કર્યો પેસેન્જર ભાડામાં વધારો
રેલવેએ પ્રવાસીઓના ભાડામાં વધારો કર્યો છે. આ વધારો વધુમાં વધુ 4 પૈસા સુધીનો છે. હવે યાત્રીકોએ પહેલાની તુલનામાં વધુ ભાડુ ચુકવવું પડશે.
નવી દિલ્હીઃ મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય લોકોને મંગળવારે એક મોટો ઝટકો લાગ્યો છે. રેલવેએ પેસેન્જર ભાડામાં વધારો કરી દીધો છે. આ વધારો વધુમાં વુધ 4 પૈસા સુધીનો કરવામાં આવ્યો છે. આથી યાત્રીકોએ પહેલાની તુલનામાં હવે વધુ ભાડુ ચુકવવું પડશે, જેથી લાંબી યાત્રા કરનાર પ્રવાસીઓ પર મોટી અસર પડશે. ભાડામાં થયેલો વધારો 1 જાન્યુઆરી 2020થી લાગૂ થઈ જશે.
નોન એસી સેકન્ડ ક્લાસના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો થયો છે. સ્લીપર ક્લાસ માટે પણ ભાડામાં 1 પૈસાનો વધારો થયો છે. જ્યારે ફર્સ્ટ ક્લાસના ભાડામાં 1 પૈસાનો વધારો થયો છે.
મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં વધાલા ભાડાની વાત કરીએ તો સેકન્ડ ક્લાસના ભાડામાં 2 પૈસા, સ્લીપર ક્લાસના ભાડામાં 2 પૈસા તથા ફર્સ્ટ ક્લાસના ભાડામાં 2 પૈસાનો વધારો થયો છે.
તો વાતાનુકૂલિન શ્રેણીની વાત કરીએ તો એસી ચેર કારના ભાડામાં 4 પૈસા, એસી-3 ટીયર માટે 4 પૈસા, એસી-2 ટીયરના ભાડામાં 4 પૈસા તથા એસી ફર્સ્ટ ક્લાસના ભાડામાં પણ 4 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube