નવી દિલ્હી: કેન્દ્રીય રેલવે મંત્રી પીયુષ ગોયલ (Piyush Goyal)ની આજે એવી તસવીરો સામે આવી છે જે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચામાં છે. આ તસવીરોમાં મોદી સરકારના કેબિનેટ મંત્રી પોતાની કારથી ઉતરતા જ સંસદ ભવનની અંદર દોડતા જોવા મળ્યા છે. જેને લઈને ટ્વીટર પર યૂઝર્સ મજેદાર કોમેન્ટ  કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પી ચિદમ્બરમ 106 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યાં, કોંગ્રેસીઓએ કર્યું ભવ્ય સ્વાગત


સંસદ પરિસર (Parliament) માં પોતાની ગાડીમાંથી ઉતરતા જ ભવનમાં અંદરની તરફ  ભાગે છે. કેન્દ્રીય મંત્રીને આમ અચાનક દોડતા જોઈને ત્યાં હાજર લોકો ચોંકે છે. 


ગુજરાત (Gujarat) ના બારડોલીના ભાજપ (BJP) ના સાંસદ પ્રભુ વસાવા (Prabhu Vasava) એ પીયુષ ગોયલની આ તસવીરોને ટ્વીટર પર શેર કરીને લખ્યું કે નવા ભારતના ઉર્જાવાન મંત્રી આદરણીય પીયુષ ગોયલજી કેબિનેટ બેઠક પત્યા બાદ ભાગતા સંસદમાં પહોંચ્યા જેથી કરીને પ્રશ્ન કાળમાં મોડું ન થાય. 


નરેન્દ્ર મોદી (Narendra Modi) ના નેતૃત્વમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં સામેલ થવા માટે કેન્દ્રીય મંત્રી ગોયલ પહોંચ્યા હતાં. જ્યાંથી તેમણે સંસદ પહોંચીને પ્રશ્નકાળ દરમિયાન સભ્યોને સવાલોના જવાબ આપવાના હતાં. 


અત્રે જણાવવાનું કે લોકસભા બેઠકનો પહેલો કલાક પ્રશ્નો માટે હોય છે અને તેને પ્રશ્નકાળ કહે છે. આ એક કલાક સવારે 11થી 12 વાગ્યા સુધી હોય છે. પ્રશ્નકાળમાં સંસદ સભ્યો જનતા સંલગ્ન કોઈ મામલે જાણકારી પ્રાપ્ત કરવા માટે સરકારના મંત્રીઓને સવાલ પૂછે, જેનો સંબધિત મંત્રીએ લેખિત કે મૌખિક જવાબ આપવાનો હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube