સંસદ

આ વખતે સંસદનું શિયાળુ સત્ર નહીં યોજાય, સીધુ 2021માં Budget Session, ખાસ જાણો કારણ

કોરોના વાયરસ (Corona Virus) ના વધતા પ્રકોપના કારણે આ વર્ષે સંસદના શિયાળુ સત્ર (Winter Session) નું આયોજન કરવામાં નહીં આવે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ સોમવારે આ અંગે જાણકારી આપી અને કહ્યું કે અનેક પક્ષોના નેતાઓ સાથે ચર્ચા બાદ સામાન્ય સહમતિ બની હતી કે સત્ર બોલાવવું જોઈએ નહીં. 

Dec 15, 2020, 01:06 PM IST

નોકરીયાતો માટે સારા સમાચાર, એક વર્ષ કામ કરશો તો પણ મળશે ગ્રેજ્યુટીનો ફાયદો!

સોશિયલ સિક્યોરિટી કોડ 2020 (Social Security Code 2020) માં નવી જોગવાઇની ડિટેલ્સ આપવામાં આવી છે. પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરનાર લોકોને સીધો ફાયદો થશે.

Sep 21, 2020, 11:12 PM IST

રવિ કિશનના સમર્થનમાં જયા પ્રદા, કહ્યું- ડ્રગ્સ મામલા પર રાજનીતિ કરી રહ્યાં છે જયા બચ્ચન

ભાજપના નેતા અને અભિનેત્રી જયા પ્રદાએ સાસંદ જયા બચ્ચને સંસદમાં આપેલા નિવેદન પર નિશાન સાધ્યું છે. જયા પ્રદાએ કહ્યું કે, મને જયા બચ્ચનનું નિવેદન યોગ્ય લાગ્યું નથી. 
 

Sep 16, 2020, 09:52 PM IST
Issue Of Drug Trafficking Taking In Parliament PT2M36S

સંસદમાં ઉઠ્યો ડ્રગ્સ ટ્રાફિકિંગનો મામલો

Issue Of Drug Trafficking Taking In Parliament

Sep 15, 2020, 02:50 PM IST

ડ્રગ્સ કેસ સંસદમાં ગાજ્યો, જયા બચ્ચને રવિ કિશનને લીધા આડે હાથ, કહ્યું- 'જે થાળીમાં ખાય છે...'

રાજ્યસભા સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચને ભોજપુરી અભિનેતા તથા ગોરખપુરના સાંસદ રવિ કિશન પર લોકસભા સત્રમાં નિશાન સાધ્યું છે. જયા બચ્ચને રવિ કિશનનું નામ લીધા વગર કહ્યું કે બોલિવુડને બદનામ કરવામાં આવી રહ્યું છે.

Sep 15, 2020, 11:15 AM IST
Defense Minister Rajnath Singh Will Address The Parliament On China PT4M36S

સંસદમાં Covid ટેસ્ટ પોઝિટિવ, જયપુરમાં ટેસ્ટ નેગેટિવ... સાસંદ હનુમાન બોલ્યા- કોને સાચો માનુ

સાંસદ હનુમાન બેનીવાલ એકવાર ફરી કોરોનાથી સંક્રમિત થયા છે. સંસદ સત્ર પહેલા સાંસદોના કોરોના ટેસ્ટમાં તેઓ પોઝિટિવ આવ્યા છે. બાદમાં જયપુરમાં કરાયેલ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 
 

Sep 14, 2020, 05:22 PM IST

Monsoon Session: ઈતિહાસમાં પહેલીવાર સાંસદો માટે બદલાઈ આ પ્રથા

લોકસભાના ઈતિહાસમાં પહેલીવાર જે જોવા મળ્યું એ આજ સુધી ક્યારેય જોવા મળ્યું નથી. આજથી ચોમાસુ સત્ર શરૂ થયું. લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેનારા સાંસદોને પોતાની સીટ ઉપર જ બેસીને બોલવાની મંજૂરી આપવામાં આવી. કોવિડ-19 મહામારીના પ્રસારને રોકવા માટે આ પહેલનો અમલ કરાયો. ચોમાસુ સત્ર એક ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. 

Sep 14, 2020, 03:25 PM IST

Parliament Monsoon Session: પહેલા જ દિવસે હંગામો, TMCના સાંસદે નાણામંત્રીનું કર્યું અપમાન!

આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું. સત્ર શરૂ થતા જ ટીએમસી સાંસદ સૌગાત રોયે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પર કઈંક એવી ટિપ્પણી કરી કે ત્યારબાદ હોબાળો મચી ગયો અને તેમને બિનશરતી માફી માંગવા જણાવવામાં આવ્યું. 

Sep 14, 2020, 02:10 PM IST

દિલ્હીને હચમચાવી નાખવાનું ષડયંત્ર!, સંસદ ભવન પાસેથી શંકાસ્પદ વ્યક્તિ પકડાયો, કોડવર્ડ મળ્યો

Central Reserve Police Force એ આજે દેશની રાજધાની દિલ્હી (Delhi) ના વિજય ચોક (Vijay Chowk) પાસેથી એક શંકાસ્પદ (Suspect)  વ્યક્તિને પકડી પાડ્યો છે. ફિરદૌસ નામનો આ યુવક સંસદ ભવન પાસે ઘૂમી રહ્યો હતો. સંદિગ્ધ ગતિવિધિઓના પગલે ત્યાં હાજર રહેલા CRPFના જવાનોએ તેને પકડી લીધો. પૂછપરછ કરતા યુવકે પોતાના અંગે અલગ અલગ જાણકારીઓ આપી. ત્યારબાદ આ યુવકને સંસદભવન પોલીસ મથકે લઈ જવાયો. જ્યાં તેની નવેસરથી પૂછપરછ થઈ રહી છે. અન્ય એજન્સીઓને પણ આ અંગે જાણકારી અપાઈ છે. 

Aug 26, 2020, 12:26 PM IST

આ દેશના રાષ્ટ્રપતિએ કાશ્મીર મુદ્દે આપ્યું અત્યંત વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-'પાકિસ્તાન માટે...'

તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ એર્દોગાને કાશ્મીર મુદ્દે પોતાની ટાંગ અડાવી છે. પાકિસ્તાની સંસદના બંને સદનોને સંબોધિત કરતા તેમે એવું નિવેદન આપ્યું છે કે જેનાથી ભારત સાથેના તેના સંબંધો ખરાબ થઈ શકે છે.

Feb 14, 2020, 06:41 PM IST

સંસદની ગરિમાના લીરે લીરા ઉડ્યા, કોંગ્રેસ સાંસદ BJP નેતા ડો. હર્ષવર્ધનને મારવા દોડ્યા

લોકસભામાં આજે તે સમયે ભારે હોબાળો જોવા મળ્યો જ્યારે કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધન રાહુલ ગાંધીના એક નિવેદનનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં. તેનાથી કોંગ્રેસના સાંસદ મનિકામ ટાગોર એટલા નારાજ થઈ ગયા કે તેઓ હાથાપાઈના ઈરાદે હર્ષવર્ધન તરફ દોડ્યાં. 

Feb 7, 2020, 01:19 PM IST

NPR દરમિયાન કોઈ કાગળો દેખાડવા જરૂરી નથી, ગૃહ મંત્રાલયે લોકસભામાં આપ્યો જવાબ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે લોકસભામાં NRC અને NPR પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. એક જવાબમાં મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે, એનપીઆર દરમિયાન કોઈ કાગળની જરૂર નથી. 

Feb 4, 2020, 04:34 PM IST
CAG Report: Ladakh and Siachen soldiers face shortage of snow boots, cloth PT3M26S

સિયાચીન અને લદ્દાખમાં સૈન્ય પાસે કપડાં અને રાશનની ઘટ

લેહ, લદ્દાખ અને સિયાચિન જેવા ખુબ ઉંચા અને દુર્ગમ સ્થાનોમાં તૈનાત ભારતીય સૈનિકોને કપડા, જૂતા, સ્લીપિંગ બેગ અને સન ગ્લાસ જેવી ગંભીર તંગીનો સામનો કરવો પડ્યો છે. CAGના ખામીઓ તરફ ઈશારો કરતા કહ્યું કે, જવાનોને ચાર વર્ષ સુધી બરફના સ્થાન પર પહેરાતા કપડા અને બીજા સામાનોની તંગીનો સામનો કરવો પડ્યો છે.

Feb 4, 2020, 12:50 PM IST

CAGના રિપોર્ટમાં ખુલાસો, સિયાચિનમાં જવાનોને જરૂરીયાત પ્રમાણે મળતા નથી ભોજન-કપડા

દેશની સરહદ પર તૈનાત સૈનિકોને પર્યાપ્ત માત્રામાં કેલેરી પણ મળી રહી નથી. આ ખુલાસો ભારતીય નિયંત્રક અને ઓડિટર જનરલ એટલે કે CAGએ પોતાના એક રિપોર્ટમાં કર્યો છે. કેગનો આ રિપોર્ટ સોમવારે સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. 
 

Feb 3, 2020, 10:44 PM IST
Parliament Budget session begins today, copies of economic survey reach Parliament House PT3M14S

સંસદના બજેટ સત્રની આજથી શરૂઆત, આર્થિક સર્વેક્ષણની કોપીઓ સંસદ ભવન પહોંચી

સંસદના બજેટસત્રની આજથી શરૂઆત. બજેટસત્રનો પહેલો તબક્કો 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. આર્થિક સર્વેક્ષણની કોપીઓ સંસદ ભવન પહોંચી. રાષ્ટ્રપતિના સંબોધન બાદ રજૂ થશે આર્થિક સર્વેક્ષણ. દેશની વર્તમાન આર્થિક સ્થિતિનું ચિત્ર લોકો સમક્ષ મૂકશે સરકાર.

Jan 31, 2020, 11:05 AM IST

Budget Session 2020 LIVE: સંસદ પહોંચ્યા પીએમ મોદી કહ્યું- આ સત્ર દાયકાને મજબૂત બનાવનાર સત્ર હશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા ગયા છે. સંસદ જતાં પહેલાં મીડિયાને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે 'આ સત્ર આ દાયકાનું પહેલું સત્ર છે. આ સત્ર દાયકાને મજબૂત બનાવનાર સત્ર હશે. આ સત્રમાં આર્થિક વિષયો પર ચર્ચા કેન્દ્રીત થાય. તેમણે કહ્યું કે અમારી સરકારની ઓળખ દલિત, પછાત, વંચિત અને મહિલાઓને સશક્ત કરવા માટે રહી છે.

Jan 31, 2020, 11:04 AM IST

સંસદમાં પાસ થયો છે CAAનો કાયદો, દરેક રાજ્યએ ફરજીયાત લાગુ કરવો પડશે: સિબ્બલ

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, જો નાગરિકતા સંશોધન કાયદો (CAA) પસાર થઇ ચુક્યો છે તો કોઇ પણ રાજ્ય તેને લાગુ કરવાનો ઇન્કાર કરી શકે નહી. સીએએને લાગુ કરવાનો ઇન્કાર કરવા શક્ય નથી અને તેને લાગુ કરવાનો ઇન્કાર કરવો પણ અસંવૈધાનિક ગણાશે. સિબ્બલે આ સાથે કેરળનાં રાજ્યપાલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. સિબ્બલે કહ્યું કે, કેરળનાં રાજ્યપાલને સંવિધાન અંગે કોઇ જ આઇડિયા નથી. તેમણે શનિવારે આ વાત કેરળનાં લિટરેચર ફેસ્ટિવલમાં કહી છે. 

Jan 18, 2020, 10:09 PM IST
Scholars have not yet found a job in education Parliament raised the issue PT3M44S

શિક્ષણમાં સ્કોલર છતા નથી મળતી નોકરી, આ યુવકનો મુદ્દો ઉઠ્યો સંસદમાં

ભણતરમાં સ્કોલર અને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ કરી લેનાર નીરવ મકવાણાએ રાજ્યની સરકારી પરીક્ષાના તમામ લેખિત અને મૌખિક પરીક્ષાઓ પાસ કરી લીધું પરંતુ મેડિકલ ટેસ્ટમાં અનફિટ જાહેર કરી દેવામાં આવે છે. નીરવને કલર બ્લાઈન્ડનેસ છે.જેના કારણે તેણે સરકારી નૌકરી મળી રહી નથી. નીરવ મકવાણાની સમસ્યા દેશના સંસદમાં પણ ગુંજી હતી. સુરતના સાંસદ દર્શના જરદોશ છે કલર બ્લાઈન્ડ અને દિવ્યાંગ શ્રેણીઓમાં દરજ્જો આપવા રજૂઆત કરી હતી.

Dec 14, 2019, 10:35 PM IST