નવી દિલ્હી: ઉત્તર ભારત (North India)માં વરસાદે (Rainfall) કહેર મચાવ્યો છે. હવામાન વિભાગ (India Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે કે 11 જાન્યુઆરી સુધી ભારતના અમુક રાજ્યોમાં વરસાદ ચાલું રહેશે. વરસાદ ઉપરાંત ગાઢ ધુમ્મસ (Dense Fog) પણ લોકોની મુશ્કેલીઓમાં વધારો કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રાજ્યોમાં જોવા મળશે વરસાદનો કહેર
ભારતના હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે ઉત્તર અને મધ્ય ભારતમાં વરસાદનો કહેર ચાલું રહેશે. આજે (રવિવાર) પંજાબ (Punjab), હરિયાણા (Haryana), ચંદીગઢ (Chandigarh), દિલ્હી (Delhi), ઉત્તરી રાજસ્થાન (North Rajasthan) અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં વરસાદ રહેશે. જોકે ત્યારબાદ વરસાદની અસર ઓછી થઈ જશે. જ્યારે મધ્યપ્રદેશ (Madhya Pradesh), વિદર્ભ (Vidarbha), પૂર્વી ભારત (Eastern India) અને છત્તીસગઢ (Chhattisgarh)માં 11 જાન્યુઆરી સુધી વરસાદ ચાલું રહેશે.


લોકસભા ચૂંટણીની સેમીફાઈનલ હશે આ 5 રાજ્યોની ચૂંટણી, કેવા બની રહ્યા છે સમીકરણો?


અહીં ગાઢ ધુમ્મસ રહેશે
ઉલ્લેખનીય છે કે વરસાદની સાથે લોકોને ગાઢ ધુમ્મસનો સામનો કરવો પડશે. આગામી 24 કલાકમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરી પશ્ચિમ બંગાળ અને સિક્કમમાં ગાઢ ધુમ્મસ જોવા મળશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube