મુંબઈ: સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરાયેલા બિઝનેસમેન રાજ કુન્દ્રાને કોર્ટે 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. આ બધા વચ્ચે મુંબઈ પોલીસની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. બેંક ડિટેલથી ખબર પડી છે કે HotHit ડિજિટલ પ્લેટફોર્મ પર પોર્ન વીડિયો અપલોડ કરીને આરોપી એક દિવસમાં લાખોની કમાણી કરતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

HotHit થી થનારી કમાણી પર ચોંકાવનારો ખુલાસો
Zee News ને કેટલીક બેંક ડિટેલ્સ મળી છે જે દર્શાવે છે કે એક દિવસમાં HotHit ડિજિટલ પ્લેટફોર્મથી આરોપીઓ લાખો રૂપિયા કમાતા હતા. બેંક ડિટેલથી ખબર પડે છે કે HotHit થી અત્યાર સુધીમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરાયા છે. 


7.5 કરોડ રૂપિયા કરાયા ફ્રિઝ
મુંબઈ પોલીસે આ મામલે રોવા ઉર્ફે યાસ્મીન ખાનની ધરપકડ કરી છે. HotHit ની જેમ જ પોલીસ HotShots ની કમાણીની ડિટેલ્સ ઉપર પણ તપાસ કરી રહી છે. મુંબઈ પોલીસના જોઈન્ટ સીપી મિલિન્દ ભ્રામ્બેએ કહ્યું કે મુંબઈ પોલીસે રાજ કુન્દ્રાની ધરપકડ મામલે પકડાયેલા તમામ આરોપીઓના અલગ અલગ બેંક ખાતામાં જમા લગભગ 7.5 કરોડ રૂપિયા ફ્રિઝ કર્યા છે. 


કયારે કેટલાક રૂપિયા કરાયા ટ્રાન્સફર
- 22 ડિસેમ્બર 2020ના રોજ XX790 એકાઉન્ટમાં 3 લાખ રૂપિયા HotHit ના એકાઉન્ટથી આવ્યા.
- 25 ડિસેમ્બર 2020ના રોજ XX790 એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા HotHit ના એકાઉન્ટથી આવ્યા.
- 26 ડિસેમ્બર 2020ના રોજ  XX790 એકાઉન્ટમાં 10 લાખ રૂપિયા HotHit ના એકાઉન્ટથી આવ્યા.
- 28 ડિસેમ્બર 2020ના રોજ  XX790 એકાઉન્ટમાં 50 હજાર રૂપિયા HotHit ના એકાઉન્ટથી આવ્યા.
- 3 જાન્યુઆરી 2021ના રોજ  XX790 એકાઉન્ટમાં 2 લાખ 5 હજાર રૂપિયા HotHit ના એકાઉન્ટથી આવ્યા.
- 10 જાન્યુઆરી 2021ના રોજ XX790 એકાઉન્ટમાં 3 લાખ રૂપિયા HotHit ના એકાઉન્ટથી આવ્યા.
- 13 જાન્યુઆરી 2021ના રોજ XX790 એકાઉન્ટમાં 2 લાખ રૂપિયા HotHit ના એકાઉન્ટથી આવ્યા.
- 20 જાન્યુઆરી 2021ના રોજ XX790 એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા HotHit ના એકાઉન્ટથી આવ્યા.
- 23 જાન્યુઆરી 2021ના રોજ XX790 એકાઉન્ટમાં 95 હજાર રૂપિયા HotHit ના એકાઉન્ટથી આવ્યા.
- 3 ફેબ્રુઆરી 2021ના રોજ XX790 એકાઉન્ટમાં 2 લાખ 70 હજાર રૂપિયા HotHit ના એકાઉન્ટથી આવ્યા.


Raj Kundra કેસમાં Shilpa Shetty વિરુદ્ધ કોઈ પુરાવા નથી મળ્યા


પૂછપરછ બાદ થઈ રાજ કુન્દ્રાની ધરપકડ
19 જુલાઈ એટલે કે પરમ દિવસે ક્રાઈમ બ્રાન્ચે રાજ કુન્દ્રાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. રાતે 9 વાગે રાજ કુન્દ્રા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ભાયખલા કાર્યાલય પહોંચ્યો હતો. લગભગ 2 કલવાક સુધી પૂછપરછ ચાલી અને ત્યારબાદ રાતે 11 વાગે રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી. 


Ekta Kapoor ને કારણે ચમકી ગઈ આ 10 અભિનેત્રીઓની કિસ્મત, એક તો અત્યારે મોદી સરકારમાં મંત્રી છે!


કોર્ટે 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો
ધરપકડ બાદ મુંબઈ પોલીસે 20 જુલાઈના રોજ રાજ કુન્દ્રાને કોર્ટમાં હાજર કર્યો. જ્યાંથી તેને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો. રાજ કુન્દ્રાએ કોર્ટમાં કહ્યું કે મે કંપની 25000 ડોલરમાં વેચી દીધી હતી અને મારી તેમા કોઈ ભાગીદારી હતી નહીં. જો કે પોલીસે કહ્યું કે જો રાજ કુન્દ્રાએ પોતાની કંપની 25000 ડોલરમાં પ્રદીપ બક્ષીને વેચી દીધી હતી તો પછી કંપનીના વોટ્સએપ ગ્રુપ 'H Accounts' માં તેઓ એક્ટિવ કેમ હતા. તે દરેક સ્ટ્રેટેજી બનાવવામાં કેમ સામેલ હતા? વોટ્સએપ ચેટ્સ દર્શાવે છે કે રાજ કુન્દ્રા દરેક નિર્ણયમાં સામેલ હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube